લેડી ડીએસપી કલ્પના વર્મા પર એક ગંભીર ‘હનીટ્રેપ’ અને ખંડણીનો આરોપ લાગ્યો છે. રાયપુરના એક જાણીતા ઉદ્યોગપતિ દીપક ટંડને આરોપ લગાવ્યો છે કે ડીએસપી કલ્પના વર્માએ તેને ‘પ્રેમ જાળ’ (Love Relationship) માં ફસાવીને તેની પાસેથી આશરે ₹2.5 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી છે.
ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર, લેડી અધિકારીએ માત્ર રોકડ જ નહીં, પરંતુ હીરાની વીંટી, સોનાની ચેન અને લક્ઝરી કાર જેવી મોંઘી ભેટો પણ વસૂલ કરી હતી.તપાસ દરમિયાન એવા પુરાવા પણ સામે આવ્યા છે કે મહિલા અધિકારીએ પોલીસ વિભાગની અત્યંત ગુપ્ત માહિતી અને દસ્તાવેજો ચેટ દ્વારા ઉદ્યોગપતિ સાથે શેર કર્યા હતા.
આ મામલે ઉદ્યોગપતિ દંપતીએ રાયપુરના ખમતરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ છે કે તેમને બ્લેકમેલ કરીને હોટલની પ્રોપર્ટી પણ પડાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ ગંભીર આરોપો અને તપાસ બાદ સરકાર દ્વારા ડીએસપી કલ્પના વર્માને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. તે હાલ છત્તીસગઢના દંતેવાડામાં તૈનાત છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:મેળામાં ચગડોલ તૂટતાં થયો મોટો હોબાળો ! જુઓ વિડીઓ….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
