ત્રણ બહેનોએ કરી એક સાથે આત્મહત્યા ! મોબાઈલ ખોલશે મોટો રાજ…

ત્રણ ફેબ્રુઆરીની રાત્રે ત્રણ બહેનોના આત્મહત્યા કેસમાં રોજે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. મોતનો આ મામલો આર્થિક તંગી સાથે તો જોડાયેલો છે, પરંતુ તેનાથી પણ ક્યાંક વધારે ઘરના રોજિંદા ઝઘડા સાથે પણ જોડાયેલો છે. એવું આજુબાજું રહેતા લોકોનું કહેવું છે. આ દિકરીઓના પિતા ચેતન સાથે તેની ત્રણ પત્નીઓ રહેતી હતી. બે પત્નીઓ સુજાતા અને હીના બહેનો હતી અને ત્રીજી મુસ્લિમ હતી. સુજાતા અને હીનાની એક બીજી બહેન પણ અહીં ક્યારેક-ક્યારેક રહેતી હતી.

આ બધા ઉપરાંત 5 બાળકો આ ફ્લેટમાં રહેતા હતા લોકો કહે છે કે આત્મહત્યા પહેલા તેમના ઘરમાંથી સતત અવાજ આવી રહ્યો હતો, ગાળાગાળી થઈ રહી હતી. આઠ પાનાની સુસાઇડ નોટમાં ત્રણેય બહેનો કોરિયન મિત્રો સાથે વાતચીત કરતી હોવાનો ઉલ્લેખ છે. પોલીસ હવે નિશિકા અને પ્રાચી પાસેથી તેમના પિતા દ્રારા જપ્ત કરાયેલા અને વેચાયેલા મોબાઇલ ફોનને પુનઃપ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે.

ઘટનાના ત્રણ મહિના પહેલા પિતાએ તેની પુત્રીઓ પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો અને બીજો 10 દિવસ પહેલા વેચી દીધો હતો. સર્વેલન્સ ટીમ વેચાયેલા બે મોબાઇલ ફોનના IMEI નંબરો શોધી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા મોબાઇલ ફોનને ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો:એક વાયરલ વિડીયાએ વિધાર્થીનું જીવન છીનવી લીધું! કોઈકનું ભૂલ સગીરા માટે બની મોત, જાણો શું હતું આ વીડિયોમાં…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment