સુરતના વરાછામાં એક 44 વર્ષીય મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ઝેરી દવા પી લઈને આપઘાત કરી પોતાના 25 વર્ષના દાંપત્યજીવન સંકેલી લીધું હતું. મૃતક સીમાબેનના પરિવારજનો (પિયરપક્ષ) હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઘટનાના 3 દિવસ બાદ પણ તેઓ સીમાબેનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.
મૃતકની ભાભી ઈશાબેનએ આક્ષેપ લગાવતા મીડિયામાં જણાવ્યું હતું કે, ‘મૃતક સીમાબેન સબંધે મારી નણંદ થાય છે. તે આધ્યાત્મિક વ્યક્તિ હતી. જોકે તેના ઘરના બધા જ સભ્યો તેને છેલ્લા 1 મહિનાથી સતત માનસિક રીતે ટોર્ચર કરતા હતા. જેના કારણે તેમને આ રીતે જીવન ટૂંકાવ્યું છે. મૃતકના ભાઈ પરેશભાઈ સુતરિયાએ જણાવ્યું કે, “ઘરકંકાસ અને સાસરિયા પક્ષના ત્રાસને કારણે મારી બહેને આ પગલું ભર્યું છે.
જ્યાં સુધી સીમાબેનના આપઘાત પાછળ કોણ જવાબદાર છે તેની સંપૂર્ણ તપાસ નહીં થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવાર દ્વારા ન્યાય માટે અડગ વલણ અપનાવવામાં આવ્યું છે. જેથી આ મામલે અમે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરીએ છીએ.”
આ પણ વાંચો:કુદરતનો અનોખો ન્યાય ! 74 દિવસ બાદ ચોરાયેલી ભેસ માલિકના ઘરે પાછી આવી , બનાવ કઈક એવો બન્યો કે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો