44 વર્ષીય સીમાબેન વાઘાણીના આપઘાતે અનેક સવાલો ઉભા કર્યા, ગત રવિવારે (1 ફેબ્રુઆરી) સીમાબેને ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે. આ ઘટનાને પગલે પિયરપક્ષે સાસરિયાઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
મૃતક સીમાબેનના ભાઈ અને ભાભીએ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું હતું કે, લગ્નનાં 25 વર્ષથી સીમાબેનને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. છેલ્લા એક મહિનાથી આ ત્રાસ વધી ગયો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે કમલેશ નામનો એક બહારનો વ્યક્તિ ઘરના મામલામાં દખલ દેતો હતો અને સીમાબેનના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવતો હતો, છતાં તેના પતિ મૌન રહેતા હતા. પિયરપક્ષનો દાવો છે કે સીમાબેનનો ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો
અને તેમને ટોર્ચર કરવામાં આવતું હતું. સીમાબેનના પિયરપક્ષે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પરિવારે આ મામલે ફોરેન્સિક તપાસ અને નિષ્પક્ષ પોલીસ તપાસની માંગ કરી છે. મૃતક સીમાબેનના પતિ હીરાની ઓફિસમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે, જેમાંથી એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
