અમદાવાદમાં કપાતરે માથામાં દંડા મારી માને પતાવી દીધી. પ્રોપર્ટીના વિવાદમાં ઘરના બદલામાં પૈસા માગતાં માતાએ ઈન્કાર કર્યો હતો. મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતાં કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતાં ત્યારે તેમનો દીકરો દેવેન્દ્ર આવ્યો માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો,
જેથી દેવેન્દ્રએ ઘરના બદલામાં પૈસા માગ્યા હતા. જેના પછી ઝગડો વધી ગયો હતો અને દીકરાએ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા.
કપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર દેવેન્દ્રની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મધમાખી કરડતા 27 વર્ષીય યુવકનું દુખદ મૌત ! આખી ઘટના જાણી હેરાન થઈ જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો