સામાન્ય રીતે આપણે મધમાખી કે અન્ય જીવજંતુના ડંખને ગંભીરતાથી લેતા નથી, પરંતુ ગઢડાના વાઢાચોક વિસ્તારમાં રહેતા 27 વર્ષીય નાસીરભાઈ ચૌહાણનું મધમાખી કરડવાના કારણે મોત નીપજ્યું છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ નાસીરભાઈ તેમના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ગઢડા તરફ આવી રહ્યા હતા. ખોપાળા ગામ નજીક તરસ લાગતા તેઓ પાણી પીવા માટે ઊતર્યા હતા, જ્યાં તેમને મધમાખીએ ડંખ માર્યો હતો.
ડંખ લાગતાની સાથે જ નાસીરભાઈને શરીરમાં તીવ્ર બળતરા અને ગભરામણ થવા લાગી હતી. તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબો સારવાર શરૂ કરે તે પહેલા જ તેમણે શ્વાસ છોડી દીધા હતા. નિષ્ણાતોના મતે, આ મોત પાછળ ‘એનાફાયલેક્સિસ’ (Anaphylaxis) જવાબદાર હોઈ શકે છે.
જ્યારે કોઈ જીવજંતુ કરડે ત્યારે અમુક લોકોના શરીરમાં ગંભીર એલર્જિક રિએક્શન આવે છે, જેનાથી બ્લડ પ્રેશર ઘટી જાય છે અને હૃદયરોગનો હુમલો આવી શકે છે. મેડિકલ ભાષામાં તેને ‘કૌનિસ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. અગાઉ જૂન 2025માં જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું પણ મધમાખી ગળી જવાને કારણે આ જ રીતે મોત થયું હતું. નાસીરભાઈ હેર સલૂન ચલાવીને આખા ઘરનું ભરણપોષણ કરતા હતા.
તેમના અચાનક જવાથી તેમના ત્રણ માસૂમ સંતાનો (બે પુત્રી અને એક પુત્ર) અને વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો છે. પરિવારજનોએ ભારે હૈયે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગઢડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના ગઢડા બોટાદમાં બની છે.
આ પણ વાંચો:સુરત : વાલીઓ ની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો ! ફુગ્ગાને લીધે માસુમ બાળકનુ મોત થયુ…માતા નુ હૈયાફાટ રુદન..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
