એન્જિનિયરનો આ નમૂનો છે મૌતનું મોઢું ! ડીજાઈન જોઈને ચોંકી જશો…

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવતા મીરા-ભાઈંદર રોડ પર નવનિર્મિત એક ફ્લાયઓવર સોશિયલ મીડિયા પર ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. ચર્ચાનું કારણ તેની અજીબોગરીબ ડિઝાઇન છે. આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ડબલ-ડેકર ફ્લાયઓવર શરૂઆતમાં ભવ્ય 4-લેનનો છે, પરંતુ એક પોઈન્ટ પર આવીને તે અચાનક જ 2-લેનનો થઈ જાય છે. નેટીઝન્સ તેને ‘ડેથ ટ્રેપ’ (મોતનો ફાંસો) અને ‘એન્જિનિયરિંગનો ફેલ નમૂનો’ કહીને ટ્રોલ કરી રહ્યા છે.

લોકોમાં ભારે રોષ અને અકસ્માતનો ડર: વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઝડપથી આવતા વાહનો માટે અચાનક રસ્તો સાંકડો થઈ જવો એ રાત્રિના સમયે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો વાહનચાલક સમયસર લેન ન બદલે તો તે ફ્લાયઓવરના ડિવાઈડર સાથે અથડાઈ શકે છે. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો રસ્તો સાંકડો જ કરવો હતો

તો તેને ધીરે-ધીરે (Tapering) કેમ ન કરવામાં આવ્યો? આ ડિઝાઇનને કારણે ફ્લાયઓવર પર ટ્રાફિક જામની સમસ્યા હલ થવાને બદલે હવામાં જ ‘બોટલનેક’ સર્જાવાની ભીતિ છે. MMRDA દ્વારા સ્પષ્ટતા: વિવાદ વધતા મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ ખુલાસો કર્યો છે કે આ કોઈ ડિઝાઇનની ભૂલ નથી પરંતુ એક સુનિયોજિત પ્લાનિંગ છે. ઓથોરિટીના જણાવ્યા મુજબ: ફ્લાયઓવર અત્યારે ભાઈંદર ઈસ્ટ તરફ જાય છે

જ્યાં રસ્તાની પહોળાઈ ઓછી છે, એટલે 2 લેન કાર્યરત છે. બાકીની 2 લેન ભવિષ્યમાં વેસ્ટર્ન રેલવે લાઇન ઓળંગીને ભાઈંદર વેસ્ટ તરફ જોડવામાં આવશે. જગ્યાની અછત અને મેટ્રો લાઇન-9 ના પિલરોને કારણે હાલ પૂરતી આ ગોઠવણ કરવામાં આવી છે.
ફેબ્રુઆરી 2026 માં આ ફ્લાયઓવર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. જોકે, સ્થાનિક લોકોની માંગ છે કે અકસ્માતો રોકવા માટે ત્યાં પૂરતા પ્રમાણમાં રિફ્લેક્ટર્સ, સાઈનબોર્ડ અને હાઈ-ક્વોલિટી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો:અડધી રાત્રે મશહૂર ઉધ્યોગપતિએ કરી આત્મહત્યા ! કારણ જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment