ધોર કલિયુગ ! અમદાવાદમાં ખેલાયો બાળ તસ્કરી ખેલ, પછી થયું કઈક એવું કે…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટો પર્દાફાશ કર્યો છે. બાળ તસ્કરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB), અમદાવાદ શહેરે એક નવજાત બાળકે બચાવી લીધુ હતું. ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન, હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી કારને અટકાવવામાં આવી હતી.

ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી ₹3,60,000માં ખરીદ્યું હતું. તેઓ આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર (મુન્નુ અને નાગરાજ) પર ગુનો નોંધીને ફરિયાદ કરવામાં આવી છે. બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ તો એક નાનુ બાળક મળ્યું છે પણ આવી રીતે કેટલાય બાળકો હશે જેને વહેંચી દેવામાં આવ્યા હશે.

આ પણ વાંચો:અમેરિકામાં બાળકના જન્મનું હોસ્પિટલ બિલ આંખો ફાટી જશે ! એટલું બધુ બિલ આવ્યું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment