પાનનો ગલ્લો ચલાવતા પતિ પાસે પત્નીએ માગ્યા છૂટાછેડા અને કરોડ રૂપિયા ! પછી થયું એવું કે…

રાજકોટમાંથી એક ચોંકાવનારો પારિવારિક વિવાદ સામે આવ્યો, જેમાં પતિએ પોતાની પત્ની અને સાસરી પક્ષ વિરુદ્ધ માનસિક ત્રાસ અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આક્ષેપ કર્યો છે. તાજેતરમાં પરસોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજમાં વધતા છૂટાછેડાના કિસ્સા અને તેમાં થતી આર્થિક સમજૂતીઓને “શરમજનક” ગણાવી હતી. આ નિવેદન બાદ રાજકોટના આ યુવાનમાં હિંમત આવી છે અને તેણે પોતાની આપવીતી સમાજ સામે મૂકી છે.

રાજકોટમાં પાનનો ગલ્લો ચલાવતા યુવાનના લગ્ન 2012 માં થયા હતા. તેનો આક્ષેપ છે કે તેની પત્નીને લગ્નેતર સંબંધો હોવાનું જાણવા મળ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. છેલ્લા 2 વર્ષથી બંને અલગ રહે છે, પરંતુ પત્ની વારંવાર ઘરે આવીને પથ્થરમારો કરે છે અને છૂટાછેડાના બદલામાં 1 કરોડ રૂપિયા તેમજ મિલકતમાં ત્રીજા ભાગના હિસ્સાની માંગણી કરી રહી છે. આટલું જ નહીં, પત્નીના ભાઈએ પતિના પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ મામલે સાસુએ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વહુએ અગાઉ પણ પથ્થરમારો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે. પત્નીએ અગાઉ પણ તેના પ્રથમ પતિ પાસેથી છૂટાછેડા વખતે 15 લાખ રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું છે. હાલ દંપતીના 13 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર બંને પિતા સાથે સુરક્ષિત રીતે રહી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને યુવાને પાટીદાર સમાજના આગેવાનો પાસે પણ મદદની ગુહાર લગાવી છે.

આ પણ વાંચો:તમારા ફોન મા પણ આ “એપ” હોય તો થઈ જાવ સાવધાન ! યુવાન ના બીભત્સ ફોટા વાયરલ થઈ ગયા અને રુપીઆ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version