મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. જિલ્લા પંચાયત ચૂંટણીના પ્રચાર માટે ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સવારે લગભગ 8:10 વાગ્યે ટેકઓફ કર્યા પછી લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ વિમાનની ઇંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો.
જેના કારણે આખા પ્લેનમાં ભયંકર આગ લાગી હતી. આ ખાનગી ફ્લાઇટમાં કુલ છ લોકો સવાર હતા, જે બધાના અકસ્માતમાં મોત થયા હતા. અજિત પવાર સાથે બે પાઇલટ, તેમના બે અંગત સહાયકો (પીએ) અને એક એનસીપી કાર્યકર હતા. પાઇલટમાં ફ્લાઇટ કમાન્ડર અને ફર્સ્ટ ઓફિસરનો સમાવેશ થાય છે.
આ ઘટનામાં બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ તેમાં સવાર કોઈ પણ બચી શક્યું નહીં. 66 વર્ષીય અજિત પવાર છેલ્લા 40 વર્ષથી રાજ્યના રાજકારણમાં સક્રિય હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અજિત પવારના પાઇલટ અને અન્ય સહયોગીઓએ પણ જીવ ગુમાવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો