રાજકોટ ના યુવાનને હનીટ્રેપ ના કારણ 25 લાખ ગુમાવ્યા અને આખરે એવુ પગલું ભરી લીધુ કે જાણીને…

આજના સમયમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે પરંતુ ખરેખર સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ સોશિયલ મીડિયાની દુનિયા તમારૂ જીવન બરબાદ કરી શકે છે. થોડીક ક્ષણ માટેની મોજ માટે ક્યારેક એવું પગલુ ભરી લેતા હોઈએ છે કે, આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ. હાલમાં જ રાજકોટ ના યુવાનને હનીટ્રેપ ના કારણ 25 લાખ ગુમાવ્યા અને આખરે એવુ પગલું ભરી લીધુ કે જાણીને તમેં ચોકી જશો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ જિલ્લાના જેતપુરમાં સોમવારે વહેલી સવારે PGVCLના કર્મચારી હર્ષદ વણઝારાએ આપઘાત કર્યા બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે. આ ઘટનામાં એ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે

આપઘાતના સ્થળ પર મૃતકના ભાઈને રૂમની સેટી પર ચેક બુક પાછળના સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મારા મરવાનું કારણ સોનલ રાજુભાઇ પરમાર, રાજુભાઇ હરિભાઇ પરમાર, શાંતિલાલ રાજુના બનેવી છે. આ લોકોએ મારા પાસેથી 25 લાખ પડાવી લીધા છે. આ મામલે મૃતકના ભાઈએ પોલીસે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મૃતક હર્ષદછ ચારેક માસથી PGVCLમાં નોકરીએ લાગ્યો હતો અને રજા હોય ત્યારે અહીં મારા ઘરે આવતો હતો અને હર્ષદે 3 ફેબ્રુઆરીના રોજ પોતાના ભાઈને જણાવ્યું કે, મને સોનલબેન પરમાર, રાજુભાઇ પરમાર અને તેનો બનેવી હેરાન કરે છે. મારી પાસે ખોટી રીતે રૂપિયાની ઉઘરાણી કરે છે. જેથી મોટાભાઈએ કહ્યું કે તેને કહેલું કે તું ટેન્શન મૂકી દે, હું તેમની સાથે વાત કરી લઇશ પરંતુ બીજે દિવસે જ છત પર હુકમ ગળોફાંસો ખાઈ લીધેલ.

આરોપીઓ 5 વર્ષથી હેરાન કરતા હતા. આ પહેલા હર્ષદે તેમના વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ-2017માં અરજી પણ આપેલ હતી.હનીટ્રેપમાં ફસાવી હેરાન કરતા હતા પણ તે સમયે અરજીમાં રૂ.1,00,000 વ્યાજે લીધેલ અને 4 લાખ ચૂકવી દે નહીંતર તારી હાલત ખરાબ થશે તેવી આરોપીઓ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો.

સોનલબેન તથા રાજુભાઇને રૂ.4 લાખ આપી સમાધાન કર્યું હતું. સમાજમાં બદનામી ન થાય તે માટે હનીટ્રેપના બદલે વ્યાજે પૈસા લીધેલ તેવું લખાવ્યું હતું. હર્ષદે પોતાના ભાઈ પાડેથી અલગ અલગ બહાનું બનાવીને રૂ.5,68,000 અને રૂ. 7,00,000 અને અન્ય રીતે એમ મળીને કુલ 25 લાખ ચૂકવ્યા હતા હાલમાં સ્યુસાઇડ નોટના આધારે પોલીસે આરોપી પતિ પત્ની રાજુ પરમાર અને તેની પત્ની સોનલને સકંજામાં લીધા છે. જ્યારે શાંતિલાલની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે.

આ પણ વાંચો:ભારે કર્યું હો ! આ કપલે શેયર કર્યો પોતાના સુહાગરાતનો વિડીયો, પછી જે થયું….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version