અમદાવાદના NRI ટાવરમાં મધરાતે હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગવાથી મોત થયા છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ રાત્રે ઘરે પરત ફર્યું
ત્યારે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટતા પત્નીનું મોત થયું હતું, જેના આઘાતમાં યશરાજસિંહે પણ તે જ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. પોલીસે ફ્લેટના સીસીટીવી ચેક કર્યા તો તે બંધ હતા, જેથી દંપત્તિ રાત્રે ફ્લેટમાં ગયા તે પહેલા બાજના ફ્રુટ ટ્રકમાં જ્યુસ પીવા ગયા હતા. જેથી પોલીસ ત્યાંના સીસીટીવી તપાસી પતિ પત્ની વચ્ચેનું વર્તન જોયું તો તે સામાન્ય જ હતું. બીજી તરફ બનાવમાં બે જ ગોળી રિવોલ્વરમાંથી ચાલી છે
પરંતુ રિવોલ્વરમાંથી બાકીની પણ બે જ ગોળી મળી છે જેની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ભારતીય મહિલા ફસાઈ પાકિસ્તાનમાં ! મોદી સામે હાથ જોડી કરી એવી વિનંતી કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
