ભારતીય મહિલા ફસાઈ પાકિસ્તાનમાં ! મોદી સામે હાથ જોડી કરી એવી વિનંતી કે…

રાજકોટમાં રહેતા પરવેઝ શેખના પત્ની રેહાના, જે મૂળ પાકિસ્તાનના કરાંચીના વતની છે, તેમની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2015માં બંનેના લગ્ન થયા બાદ રેહાના તેના પતિ અને બે બાળકો સાથે રાજકોટમાં સુખી જીવન જીવી રહી હતી. પરંતુ વર્ષ 2022માં એક કાયદાકીય પ્રક્રિયા (વિઝા રિન્યુઅલ) માટે તે પાકિસ્તાન ગઈ અને ત્યાં જ અટવાઈ ગઈ. રેહાનાએ ન્યૂઝ18 ગુજરાતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે

એમ્બેસી તરફથી તેને વિઝા આપવામાં આવી રહ્યા નથી અને અધિકારીઓ કોઈ સ્પષ્ટ કારણ પણ જણાવતા નથી. ત્રણ વર્ષથી તે પોતાના પતિ અને બાળકોથી દૂર છે. રેહાનાએ રડતા રડતા વીડિયોમાં કહ્યું, “મારા બાળકોનો શું વાંક છે? મારી બાળકી તેની માસીના ઘરે રહે છે. પ્લીઝ મોદીજી મને મારા પરિવાર પાસે ભારત પાછી બોલાવી લો.

રાજકોટમાં રહેતા પતિ પરવેઝ શેખે જણાવ્યું કે તેમણે ઇસ્લામાબાદ એમ્બેસી અને ભારતીય અધિકારીઓ પાસે અનેકવાર રજૂઆતો કરી છે. એમ્બેસીના કહેવા મુજબ તેમણે ભારતથી કાગળો પણ મોકલ્યા, છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે પરવેઝે પોતાની પત્નીને પરત લાવવા માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો:5 લોકોનો હત્યારાને લગ્ન માટે મળ્યા 15 દિવસ ! જેલવાળા પ્રેમની લવ સ્ટોરી જાણીને ધ્રુજી ઊઠશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version