5 લોકોનો હત્યારાને લગ્ન માટે મળ્યા 15 દિવસ ! જેલવાળા પ્રેમની લવ સ્ટોરી જાણીને ધ્રુજી ઊઠશો…

પ્રિયા શેઠ અને હનુમાન પ્રસાદ નામના બે કેદીઓ, જેઓ પોતપોતાના સંગીન ગુનાઓ માટે આજીવન કેદની સજા કાપી રહ્યા છે, તેઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. પ્રિયા શેઠ એક કુખ્યાત ‘હનીટ્રેપ’ કરનારી મહિલા છે, જેણે એક યુવકને ડેટિંગ એપ દ્વારા ફસાવીને ₹10 લાખની માંગણી કર્યા બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. બીજી તરફ, હનુમાન પ્રસાદે વર્ષ 2017માં તેની પ્રેમિકા સાથે મળીને પોતાના પતિ, ત્રણ માસૂમ બાળકો અને ભત્રીજા સહિત કુલ 5 લોકોની હત્યા કરી હતી.

આ બંને અત્યંત ખતરનાક ગુનેગારોને ઉંમર કેદની સજા થયા બાદ રાજસ્થાનની ઓપન જેલમાં રાખવામાં આવ્યા હતા. ઓપન જેલમાં મળતી આઝાદી દરમિયાન બંને વચ્ચે આંખ મળી અને પ્રેમ થઈ ગયો. નવાઈની વાત એ છે કે, હાઈકોર્ટે પણ આ બંનેના પ્રેમને માન્ય રાખીને લગ્ન કરવા માટે 15 દિવસના ઈમરજન્સી પેરોલ મંજૂર કર્યા છે. આજે 23 જાન્યુઆરી, 2026ના રોજ અલવરમાં આ જોડીના લગ્ન થવા જઈ રહ્યા છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ યુગલના લગ્ન અંગે લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ કાયદાએ તેમને માનવીય ધોરણે લગ્નનો હક આપ્યો છે, તો બીજી તરફ તેમના ભૂતકાળના કાળા કામો જોઈને સમાજમાં આશ્ચર્ય ફેલાયું છે. લગ્ન બાદ આ નવદંપતીએ ફરીથી જેલના સળિયા પાછળ જવું પડશે

કારણ કે તેમની સજા હજુ બાકી છે. જેલ પ્રશાસન અને પોલીસની કડક સુરક્ષા વચ્ચે આ લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવશે. આ ઘટના રાજસ્થાનની જેલમાં બનેલી છે.

આ પણ વાંચો:અમેરિકામાં ખેલાયો ખૂની ખેલ ! પત્ની સહિત 4 સબંધીઓને મારી ગોળી અને…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment