એક તરફી પ્રેમમાં પાગલ યુવતીની ગળું દબાવીને થઈ હત્યા ! પંખા સાથે લાશ લટકાવીને…

પ્રાચી હેમરાજ ખાપેકર બી.એ.ની વિદ્યાર્થિની હતી. 21 જાન્યુઆરીએ બપોરે તે ઘરના બેડરૂમમાં લટકેલી હાલતમાં મળી આવી હતી. પહેલાં બધાને લાગ્યું કે આ આત્મહત્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે આ આત્મહત્યા નહીં, પણ નિર્દય હત્યા છે. પ્રાચીના માથામાં ગંભીર ઈજા, ગળા પર નિશાન અને શરીર પર અન્ય નિશાન પણ મળ્યા.

એટલે સ્પષ્ટ થયું કે કોઈએ તેનું ગળું દબાવ્યું, માથું દિવાલ કે ફ્લોર પર પટક્યું અને પછી તેના મૃતદેહને લટકાવી દીધો, જેથી આત્મહત્યા જેવું લાગે. પ્રાચીની હત્યા તેના પડોશીએ કરી હતી. 38 વર્ષીય શેખર અજાબરાવ ઢોરેએ કરી હતી. તે પ્રાચીને પ્રેમ કરતો હતો. તેણે પ્રાચીને પ્રપોઝ કર્યું હતું, પણ પ્રાચીએ તેને ના પાડી દીધી હતી.

માતા-પિતા અને ભાઈ કામે ગયા હતા અને તે ઘરમાં એકલી હતી, ત્યારે શેખર તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે તેની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીને જેલના સળીયાની પાછળ ધકેલી દીધો છે. આ ઘટના મહારાષ્ટ્રના માનકપુરની છે

આ પણ વાંચો:લંડનમાં બાળક માથે તિલક કરીને ગયો તો તેની સાથે કર્યું એવું કે જાણીને હૈયું કંપી જશે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment