અમદાવાદની એક હચમચાવી નાંખતી ઘટના એટલે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ. જેમાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યો. તેને લઇને હવે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) નામના આ જૂથે દાવો કર્યો છે
કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું. 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે. રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા
જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોઇંગના અધિકારીએ જણાવ્યું કે, “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.”
આ પણ વાંચો;વડોદરામાં શરૂ ગાડીએ યુવકને આવ્યો હાર્ટ એટેક ! ઘટના જાણી રૂવાટા ઊભા થઈ જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો