અમદાવાદમાંથી સામે આવ્યો દિલ ધ્રુજાવી નાખતો કિસ્સો ! પત્નીને ફાઇરિનગ કરી મૌતને ઘાટ ઉતારી અને પકગી પતિએ પણ…

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો એટલે NRI ટાવરના 502 નંબરના ફ્લેટમાં થયેલી ફાયરિંગનો કિસ્સો. જેમાં એક પતિથી ભૂલથી પત્નીને ગોળી વાગી જાય છે અને પછી પતિ પોતે પણ આત્મહત્યા કરી લેછે. 108 ઇમર્જન્સી સેવાના EMT સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી તે કહ્યું, 21 જાન્યુઆરીની રાત્રે 11.42 વાગ્યે કોલ સેન્ટરથી મળેલા કોલ પર અમે તરત જ પહોંચી ગયા હતા. ત્યાં જઇને જોયું તો બેડરૂમમાં યશરાજસિંહના પત્ની લોહી લુહાણ હાલતમાં બેડની બાજુમાં પડેલા હતા.

તેમની માતા પણ બેડરૂમમાં હતા.જ્યારે મેં યશરાજસિંહને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું. તેમણે મને કહ્યું કે પિસ્તોલનાં કવરમાંથી પિસ્તોલ કાઢવા જતા ભૂલથી ફાયરિંગ થઈ ગયું છે. ત્યાર બાદ મેં બેડની બાજુમાં લોહી લુહાણ હાલતમાં પડેલા રાજેશ્વરીબાના ધબકારા તપાસ્યા ત્યારે ધબકારા મળ્યા નહોતા. જેથી હું બેડરૂમમાંથી બહાર નીકળી 108 કોલ સેન્ટરમાં ફોન કરી આ બાબતે જાણ કરી અને અચાનક જ ફાયરિંગનો અવાજ આવ્યો.

આ અવાજ સાંભળતા જ હું દોડીને બેડરૂમમાં ગયો અને ત્યાં જોયું તો યશરાજસિંહે પણ માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. તેમના પણ ધબકારા તપાસ્યા હતા. પરંતુ મળ્યા નહોતા જેથી આ બાબતે 108ના કોલ સેન્ટરમાં જાણ કરી અને તેના મારફતે 112 નંબર પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.

પરિવાર અનુસાર બે મહિનાનો લગ્નગાળો છે.અને પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસોમાં જ વિદેશ જવાનાં હતાં.

આ પણ વાંચો:ભારતીયો ક્યાંય પાછા ના પડે ! ગોરીને રાખી લીધી લારી પર સમોસાં બનાવવા..જુઓ વિડીઓ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment