એક ગુજરાતી દુનિયાના કોઇપણ ખુણામાં કોઇપણ વસ્તુ વેચી શકે એ વાત તો આપણે જાણીએ જ છીએ. બસ તો એક ગુજરાતી એટલે કે આપણા નડિયાદના યોગેશ્વર શાહ પોતે બિહારી અંદાજમાં લંડનમાં વેચી રહ્યા છે સમોસા. પોતાના પિતાની 50 વર્ષ જૂની રેસિપી તેઓ લઇને આવ્યા છે લંડન અને બનાવી રહ્યા છે સમોસા.
એક સમોસાની કિંમત તેમણે 3 યુરો રાખી છે. એટલે કે 315 રુપિયા. તેમની લંડનમાં શોપ છે જેનું નામ તેમણે રાખ્યુંછે બિહારી સમોસા ઘંટાવાલા. ત્યાં રહેતા ગુજરાતીઓ કહે છે કે મને તો નડીયાદની યાદ આવી ગઇ જ્યારે ગોરાઓ પણ તેમના સમોસાનાં દિવાના થઇ ગયા છે. યોગેશ્વર ભાઈ પોતે મેટ્રોમાં પણ સમોસા વેચતા જોવા મળે છે.
ગુજરાતી થઇને તે બિહારી સ્ટાઇલમાં સમોસા વેચે છે એ જ એમની સ્ટાઇલ છે. તેમનું કહેવું છેકે પોતે એક દિવસની 10 હજાર યુરો સુધીની કમાણી કરે છે.હવે તો તેમને પણ એક માણસ રાખવાની જરુર પડી છે અને હવે તો તેમણે ગોરી મેમને રાખી લીધી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો