આપણે સૌ કોઈ જાણીએ છે કે, રખડતા પશુઓના ત્રાસ અસહનીય થઈ રહ્યો છે. દિવસે ને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનો જીવ લેવાયો. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણી સમાન છે. દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે, છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, AMCની ઘોર બેદરકારીના કારણે ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.જાણવા મળ્યું છે કે, બાઇક સવાર ભાવિન પટેલને રખડતા ઢોર અડફેટે લીધેલ છે , આ કારણે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાથી ભાવિન પટેલનું મૃત્યુ થયું છે. આ ઘટનાને કારણે પરિવાર જનોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પરિવાર માંગ કરી રહ્યો છે.
મૃતક યુવકની બહેન મેઘન અમિનએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ‘મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. રબારીને કહો કે અહીંયાથી નીકળી જાય. એના કરતા મ્યુનિસિપાલિટીને કહો કે ગાયોને અહીંથી કાઢે. અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ. અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ.
ગાયોને અહીંથી હટાવો અમારી આગળથી. આજે મારો 38 વર્ષનો ભાઇ એક્સપાયર્ડ થઇ ગયો છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે. એ લોકોને ભાન નથી પડતું. અમને ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફે તો હેલ્પ કરી પણ આ રોડ પર રખડતી ગાયોનું શું કરવાનું? એને બસ અહીંથી કાઢો. ભાવિન પટેલની બહેનો આ વીડિયો ખૂબ જ હદયસ્પર્શી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો