અરે….બાપ રે…અમદાવાદમાં નશાનો હાલતમાં ગાડી લઈને આવ્યો યુવક અને 9 વાહનો સાથે કર્યું એવું કે…

અમદાવાદમાં નશાખોર કાર ચાલકોનો આતંક યથાવત હોય તેમ વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારે મોડી રાત્રે એક કિઆ કારના ચાલકે કાળો કેર વર્તાવ્યો હતો. નશામાં ચૂર આ ડ્રાઈવરે પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો અને જોતજોતામાં રસ્તા પર જઈ રહેલા 1 કે 2 નહીં પણ પૂરા 9 વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટે આવેલા બાઈક અને રિક્ષા જેવા વાહનોના ફુરચા ઉડી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાર ચાલકને પકડી પાડ્યો હતો. લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક એટલો નશામાં હતો કે તે સરખો ઉભો પણ રહી શકતો નહોતો.

અકસ્માત બાદ સમગ્ર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો;કાદવમાં ગાડી ડૂબતાં જુવાનનું મૌત ! 80 મિનિટ સુધી બૂમો પડતો રહ્યો છતાં કોઈએ ના કરી મદદ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version