કાદવમાં ગાડી ડૂબતાં જુવાનનું મૌત ! 80 મિનિટ સુધી બૂમો પડતો રહ્યો છતાં કોઈએ ના કરી મદદ…

એક ભયાનક ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ પોતાના દિકરાને મરતા જોવો પડયો હતો. સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાની કાર ગાઢ ધુમ્મસને કારણે ગટરની દીવાલ તોડી 30 ફૂટ ઊંડા કાદવના ખાડામાં ખાબકી હતી. દુર્ઘટના બાદ યુવરાજ કોઈક રીતે કારની બહાર નીકળી તેની પર ચઢી ગયો હતો

અને પિતાને ફોન કરીને મદદ માટે આજીજી કરતો રહ્યો હતો. પિતા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હોવા છતાં, શૂન્ય વિઝિબિલિટીને કારણે તેઓ લાચાર બની રહ્યા. લગભગ 80 મિનિટ સુધી “પપ્પા મને બચાવો” ની બૂમો પાડ્યા બાદ યુવરાજ કાદવમાં સમાઈ ગયો અને અઢી કલાકની જહેમત બાદ માત્ર તેનો મૃતદેહ જ બહાર કાઢી શકાયો.

રાત્રે લગભગ 12 વાગ્યે 27 વર્ષનો યુવરાજ પોતાની કારથી નોઈડાના સેક્ટર-150 ટાટા યુરિકા પાર્ક જઈ રહ્યા હતો. સેક્ટર-150 વળાંક પર યુટર્ન લીધો અને ધુમ્મસના કારણે તેમને આગળનો રસ્તો દેખાયો નહીં અને તેમની કાર નાળાને તોડીને પાણી ભરેલા પ્લોટના ખાડામાં પડી ગઈ.લગભગ પોણા બે વાગ્યે ખાડામાં ભરેલા પાણીમાં કાર સહિત યુવરાજ ડૂબી ગયો. સવારે લગભગ 4:30 વાગ્યે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.

આ પણ વાંચો:ભગવાન આવું મૌત કોઈને ના આપે ! શરીર પર દબાળ પડવાથી થયું મૌત અને ફેફસામાથી નીકળ્યું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment