કેનેડામાં વધુ એક ભારતીય યુવકનું આકસ્મિક મોત થતા દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આણંદ જિલ્લાના વાંસખિલિયા ગામના રહેવાસી 22 વર્ષના દેવ પટેલનું હાર્ટ અટેકથી અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. દેવ હાલમાં કેનેડામાં કયા સ્ટેટસ પર રહેતો હતો તેની ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તે સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
દેવ કેટલા સમયથી કેનેડામાં હતો તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, છતાં છેલ્લાં પંદરેક દિવસોમાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારા ભારતીયોમાં દેવ ચોથો કેસ હોવાની વાત હ્યુમન્સ ફોર હાર્મની સંસ્થાના પ્રેસિડેન્ટ ડોન પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવી હતી. તેમણે નાની ઉંમરે હૃદયરોગને કારણે ભારતીય યુવકોના વધતા મોતને લઈને ગંભીર ચિંતા પણ વ્યકત કરી છે.
દેવના અવસાન બાદ તેના પાર્થિવ દેહને ભારત મોકલવા માટે ગોફંડમી મારફતે ક્રાઉડફન્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 25 હજાર કેનેડિયન ડોલર એકત્ર થઈ ચૂક્યા છે. ક્રાઉડફન્ડિંગ શરૂ કરનાર જય પટેલે લખ્યું છે કે દેવની અંતિમ ઈચ્છા અનુસાર તેના શરીરને ભારત મોકલવાનું છે.
દેવના પરિવાર પર પહેલાથી જ દુઃખનો ઘારો છે, કારણ કે તેના મોટાભાઈનું પણ થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. કેનેડામાં તેના કોઈ સગા-સંબંધી ન હોવાથી ત્યાંના મિત્રોએ જ તેની બોડી ભારત મોકલવાની તમામ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યાંથી બોડી મોકલવાનો ઓછામાં ઓછો ખર્ચ પંદરેક હજાર ડોલર સુધી પહોંચે છે, અને પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહને શબઘરમાં રાખવાના વધારાના ચાર્જ પણ ભરવા પડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો