માતાનું દુખ લઈને ઘરે અંતિમ વિધિમાં જતો હતો પુત્ર ! ત્યાંજ બની એવી ઘટના કે માતા અને પુત્રની સાથે નીકળી અંતિમ યાત્રા…

રાજકોટમાં સોમવારની વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલ ચોકડી વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો. પેસેન્જરોથી ભરેલી રિક્ષાને પાછળથી આવી રહેલી કારએ જોરદાર ટક્કર મારતા રિક્ષા પલટી ગઈ અને તેમાં બેઠેલા મુસાફરો રોડ પર ફંગોળાઈ ગયા. આ અકસ્માતમાં 34 વર્ષના યુસુફભાઈ અનવરભાઈ મુકાદમનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે અન્ય ચાર મુસાફરો ઘાયલ થયા.

દુઃખની વાત એ છે કે યુસુફભાઈ પોતાના માતાના મૈયતમાં હાજર રહેવા પોરબંદર જઈ રહ્યા હતા. અમદાવાદમાં કામ કરતા યુસુફને સોમવારે માતાના અવસાનના સમાચાર મળતાં તેઓ તાત્કાલિક નીકળી પડ્યા હતા. અમદાવાદથી રાજકોટ પહોંચ્યા બાદ તેઓ બસ પકડવા ગોંડલ ચોકડી તરફ જવા રિક્ષામાં બેઠા હતા. સવારે આશરે 5.30 વાગ્યે યુવરાજનગર પાસે તેમની રિક્ષાને પાછળથી કાર ટકરાતા તેમની મુસાફરી જિંદગીની અંતિમ મુસાફરી બની ગઈ. એક જ દિવસમાં બે સ્વજનોના મોતથી પોરબંદરના મુકાદમ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

હજુ થોડા જ દિવસો પહેલાં, 16 માર્ચની રાત્રે, રાજકોટમાં એક અન્ય બેશરમ કારચાલકે રસ્તે ચાલતા ત્રણ લોકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેમાં ઘાયલ 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટનું સારવાર દરમિયાન મોત થયું હતું. સતત ઘટતી આવી ઘટનાઓ ટ્રાફિક સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

આ પણ વાંચો:જીરા સોડા પીધા પછી ત્રણ લોકોના થયા નિધન ! સચ્ચાઈ જાણી ઊડી જશે હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment