નાના ભાઈને મોટા ભાઇનો કોલ આવ્યો અને કહ્યું, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતી નથી. હું આ પગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો, બસ પછી તેના પરિવારની સામે જ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરી દીધું. ગાંધીનરમાં 42 વર્ષીય લક્ષ્મણભાઈ પરમાર વર્ષ 2011માં સુમિત્રાબેન સાથે લગ્ન કર્યા હતા.
આરોપ છે કે લગ્નના થોડા સમય બાદ પત્નીએ લક્ષ્મણભાઈ સાથે ઝઘડો કરી અલગ રહેવા દબાણ કરવાનું શરૂ કર્યું. પત્નીની જીદ સામે નમીને લક્ષ્મણભાઈ 5 વર્ષથી પોતાની જ સાસરીમાં રહેવા લાગ્યા હતા. પત્ની સુમિત્રા અને સાસુ વારંવાર પૈસાની માંગણી કરી માનસિક રીતે હેરાન કરી રહ્યા હતા. છેલ્લે થયેલા ઝગડામાં સાળાઓને બોલાવી માર પણ માર્યો હતો.
સાસરી પક્ષના લોકોએ ધમકી આપી કે જો પૈસા નહીં આપે તો તને તારા બાળકો જોવા પણ નહીં મળે. આખરે આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા લક્ષ્મણભાઈ રાત્રીના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા અને બધી આપવીતી તેના નાના ભાઈ અને પરિવારને કરી મોતની છલાંગ લગાવી હતી.
આ પણ વાંચો;ખિસ્સામાં કોબ્રા સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યો યુવક ! પછી જે થયું….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો