જીરા સોડા પીધા પછી ત્રણ લોકોના થયા નિધન ! સચ્ચાઈ જાણી ઊડી જશે હોશ…

ખેડા જિલ્લાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બોટલમાં મળતું જીરા સોડા પીધા બાદ ત્રણ લોકોના મોત થયા છે. ગત રવિવારે સાંજે જવાહરનગર ફાટક વિસ્તારમાં બનેલી આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક તબક્કે ઝેરી દારૂ (લઠ્ઠા કાંડ)થી મોત થયા હોવાની આશંકા વ્યક્ત થઈ હતી, પરંતુ સીનિયર પોલીસ અધિકારીઓએ મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનું જણાવ્યું છે. તેથી લઠ્ઠા કાંડની શક્યતા નકારી દેવામાં આવી છે.

ખેડા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું પ્રમાણે, FSLના પ્રાથમિક રિપોર્ટમાં ત્રણેયના શરીરમાંથી 0.1 ટકા ઈથેનોલ મળ્યું છે. મૃતકોના પરિવારે પણ જણાવ્યું છે કે તેઓ દારૂ પીતા હતા. તેથી મોતનું કારણ ઈથેનોલ હોઈ શકે છે. છતાં પણ, પોલીસે કોઈએ ઝેર આપ્યું હોવાની અથવા નવું મિશ્રણ બનાવી પ્રયોગ કરાયો હોવાની સંભાવનાને નકારી નથી.

  • કનુ ચૌહાણ (54): દિવ્યાંગ, સાંભળવામાં અને બોલવામાં તકલીફ, વજન કાંટો લઈને ઊભા રહેતા હતા.

  • રવિન્દ્ર રાઠોડ (49): છૂટક મજૂરી કરતા.

  • યોગેશ કુશ્વાહ (40): પાણીપુરી વેચતા.

આ પણ વાંચો:એમ્બુલન્સમાં આગ લગતા ડૉક્ટર સહિત જન્મેલા બાળક સાથે ચાર લોકોના નિધન ! થયું કઈક એવું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment