સુરતમાં નાયબ મામલતદારનો કરૂણ અંત ! ઘટના જાણી સૌ કોઈ ચિંતામાં…

મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર (Nayab Mamlatdar) તરીકે કાર્યરત 27 વર્ષીય હિનીશા પટેલે પોતાના જ ઘરમાં ગળાફાં/-* ખાઈ જીવન ટૂંકાવી લીધું, સુરતમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને એક તેજસ્વી અધિકારી તરીકેની છાપ ધરાવતા, જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા અથવા અન્ય રૂમમાં હતા,

ત્યારે તેમણે પોતાના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલ્યો ત્યારે શંકા જતા તપાસ કરવામાં આવી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.થોડા સમય પહેલા હિનીશાબેન વિરુદ્ધ જમીન સંબંધિત કોઈ વિષયમાં એક ‘નનામી અરજી’ થઈ હતી.

જોકે, તપાસમાં તેમને ક્લીનચીટ મળી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શું આ માનસિક તણાવનું કારણ કામનું ભારણ હતું કે પછી આ નનામી અરજીનો ડર? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ ન મળતા પોલીસે હિનીશાબેનનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેમની કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે.

એક આશાસ્પદ અને જવાબદાર મહિલા અધિકારીના આવા અંતથી સમગ્ર સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને મહેસૂલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના ગૂઢ કારણો શોધવા મથામણ કરી રહી છે. સુરત શહેરમાંથી આ અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે

આ પણ વાંચો:આ પાડાની કિમત જાણી ઊડી જશો હોશ ! ક્યારેય નહીં સાંભળી હોય આટલી રકમ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment