આજના સમયમાં જ્યાં લોકો સત્તાનો ઉપયોગ કરીને પોતાના ઘરના માણસોને બચાવતા હોય છે, ત્યારે એક મહિલા આરટીઓ ઓફિસરે આખા દેશ સામે શિસ્તનો અનોખો દાખલો બેસાડ્યો છે. આ ઓફિસરે ફરજ દરમિયાન સહેજ પણ પક્ષપાત વગર પોતાની જ સરકારી ગાડી સામે દંડનાત્મક કાર્યવાહી કરી
અને નિયમ મુજબ તેને મેમો ફટકારી દીધો. આ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે કે કોઈ ઓફિસર આટલા કડક કેવી રીતે હોઈ શકેઆ કડક ઓફિસરે તો ‘ઘરવાળા’ ને પણ ન છોડ્યા! જ્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમના પતિના સ્કૂટરમાં પણ નિયમનું ઉલ્લંઘન થયું છે,ત્યારે તેમણે જરા પણ ખચકાયા વગર પતિના સ્કૂટર પર ₹3000નો દંડ ફટકારી દીધો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે
અને લોકો કહી રહ્યા છે કે”વાહ ઈમાનદારી હોય તો આવી!” સામાન્ય રીતે સરકારી અધિકારીઓની છાપ એવી હોય છે કે તેઓ પોતાના સ્ટાફ કે પરિવારને નિયમોમાં છૂટછાટ આપતા હોય છે, પણ આ ઓફિસરે સાબિત કર્યું કે કાયદો સર્વોપરી છે. ધન્ય છે આવી ઓફિસરને જેમણે ન તો ઘર જોયું, ન તો સત્તા, બસ પોતાની ફરજને જ પ્રાધાન્ય આપ્યું!
આ પણ વાંચો;લગ્નમાં દુલ્હને કરી સ્પોર્ટ બાઇક લઈને એન્ટ્રી ! વિડીયો જોઈ ચોંકી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
