એક તરફી પ્રેમીએ પ્રેમિકાની જાસૂસી કરવા એવું ભેજું વાપર્યુ કે જોઈને ભલભલા ગોથાં ખાઈ ગયા ! આવી રીતે થયો ખુલાસો……

પ્રેમના માણસ એવું કરી બેસે છે કે, જેની આપણે કલ્પના પજ ન કરી શકીએ. હાલમાં જ આવો એક બનાવ બન્યો છે. એક તરફી પ્રેમીએ પ્રેમીકા ની જાસુસી કરવા એવુ ભેજું વાપર્યુ કે ભલભલા ગોથા ખાઈ જાય ! હાલમાં જ પ્રેમીકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યાની અનોખી ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પ્રેમીકાની ફરિયાદને પગલે 19 વર્ષીય પ્રેમી ભાગી છૂટ્યો છે.

કતારગામ ફૂલપાડામાં રહેતી અને બરફીવાલા કોલેજમાં ભણતી યુવતીએ નિકુંજ પટેલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશીપ થઈ હતી. ચેટિંગ દરમિયાન નિકુંજ પટેલે પ્રેમસંબંધની ઓફર કરી હતી, પરંતુ જ્ઞાતિ અલગ હોય યુવતીએ ના પાડી હતી. તેથી નિકુંજ ગુસ્સે ભરાયો હતો અને ‘જો તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો તારા અને મારા જે પણ વિડીયો છે તે હું વાઈરલ કરી દઈશ અને તારું જીવવાનું હરામ કરી દઈશ’ તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ નિકુંજ દિવસમાં 100થી વધુ વખત ફોન કરીને પણ યુવતીને હેરાન કરતો હતો, તેથી આખરે યુવતીએ પોતાની માતાને ફરિયાદ કરતા યુવતીના પરિવારજનોએ નિકુંજના ઘરે જઈ ફરિયાદ કરી હતી. નિકુંજના પરિવારે તેને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.

આ પણ વાંચો:નવવિવાહિત પરિણીતાએ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! મરતા પહેલા ભાઈને એવો મેસેજ કર્યો કે જાણી ને આંચકો લાગશે…..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment