ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોને જોતાં આજે 6 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગે અમદાવાદના જમાલપુર અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા કેલિકો મિલ કમ્પાઉન્ડમાં 20થી 25 પાણીપૂરી ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા એ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ગંદકી અને દુર્ગંધ વચ્ચે પાણીપૂરી તૈયાર કરવામાં આવતી હતી, જેમાં મસાલા માટે સડેલા ચણા-બટાટાનો ઉપયોગ, પૂરી તળવા માટે એકદમ કાળા અને ઝેરી તેલનો ઉપયોગ અને પાણી માટે ગંદી કુંડીના નળ અને ડસ્ટબિન જેવા પીપડાનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો.
આ પાણીપૂરીથી શહેરીજનોને ટાઈફોઈડ અને પાણીજન્ય રોગોનું ગંભીર જોખમ છે. આરોગ્ય વિભાગે વિવિધ સ્થળોએથી સેમ્પલ લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:નર્સિંગમાં ફરજ બતાવતી યુવતીનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ ! કારણ જાણી હેરાન થઈ જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો