હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે દરેક ગુજરાતીઓ ચૂંટણીનાં રંગે રંગાયા છે. આ વખતે તો ગુજરાતમાં ચૂંટણી વધુ ખાસ છે, કારણ કે આપ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું લઈને આવી છે. 8મી ડિસેમ્બરે ખબર પડશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે પરંતુ હાલમાં ગુજરાતમાં સત્તા મેળવવા આપ પાર્ટી ઘરે ઘરે પ્રચાર કરી રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં ચૂંટણીલક્ષી એવું લખાણ લખવામાં આવ્યું છે કે, આ કંકોત્રીની ચારો તરફ ચર્ચાઓ થઈ રહી છે.
અમે આપને કંકોત્રી વિશે જણાવીએ. રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રભાત હુંબલનાં તા. 9 ડિસેમ્બરનાં રોજ લગ્ન છે, ત્યારે આ યુવાને પોતાનાં લગ્નની કંકોત્રીમાં ચૂંટણીને લઈને એવું લખાણ લખાવ્યું છે કે, ચારો તરફ આ યુવાનની ચર્ચા થઈ રહી છે. હાલમાં દરેક લોકો કંકોત્રીમાં પ્રેરણાદાયી અને સમાજને ઉપયોગી નિવેડે એવા સંદેશ લખવામાં આવે છે. આ યુવાને પણ ચૂંટણીને લઈને લોકોને જાગૃત કરવા માટે એક સંદેશ લખાવ્યો છે.
પ્રભાત હુંબલ રાજકોટ શહેરના આપ પાર્ટીના યુવા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. યુવા પ્રમુખ હોવાના નાતે તેને પોતાના પાર્ટીને સમર્પિત રહીને ગુજરાતની જનતાને જાગૃત અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. આપના કાર્યકર તરીકે પ્રભાત હુંબલ એ પોતાના લગ્નની કંકોત્રી તેમજ કાર્ડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને લખાવ્યું છે કે, ” મારો અને મારા પરિવારનો મત આમ આદમી પાર્ટીને ”
પ્રભાત હુંબલ આ સંદેશ છપાવવીને તેમના સ્વજનોને કહેવા માંગે છે કે, અમારો મત અમે આમ આદમી પાર્ટીને આપીશું. આ એક વાક્યને વાંચીને લોકો મતદાન કરવા માટે જાગૃત પણ થાય છે તેમજ પોતાનો કિંમતી મત કોને આપવો એ પણ એ જાતે નક્કી કરી શકે છે. પ્રભાત હુંબલ આપ પાર્ટીના નેતા હોવા છતાં પણ તેમણે એવું ન લખાવ્યું કે તમારો મત આપ પાર્ટીને આપો.
તેમણે માત્ર પોતાનો નિર્ણય લોકો સમક્ષ મુક્યો છે અને આ જ કારણે આ કંકોત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર પ્રભાત હુંબલએ જનતાને જાગૃત કરવા માટે એક સરહાનીય કાર્ય કર્યું છે. અમે પણ કોઈ પાર્ટીને સમર્થન નથી આપતા. આ બ્લોગ લખવાનો હેતુ માત્ર મતદાન માટે જાગૃત કરવાનો છે. તા.1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન જરૂર કરજો. આપણો મત, આપણી સરકાર.
આ પણ વાંચો:આ ગામ મા અનોખી પરંપરા વરરાજા ને લગ્ન મા ઉંધો લટકાડી ને માર મારવા મા આવે છે. જાણો ક્યા આવેલ
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો