આખું ગુજરાત શર્મશાર થાઈ તેવી ઘટના ! દાદાએ જ 4 વર્ષ પૌત્રી સાથે હેવાનિયત કરી અને પછી હત્યા…

ગુજરાતમાં એક શરમજનક ઘટના બની છે. તમને જણાવી કે, કઈ રીતે એક દાદા એ પોતાની જ પૌત્રી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલોલ પોલીસ મથકની હદમાં ગુમ થયેલી 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતદેહ રાત્રે ગામ નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ દુઃખદાયી ઘટનાને કારણે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ નજીક આવેલા લાકડાનું સ્ક્રેપ ભેગું કરતા ગોડાઉનમાં રહેતા પરપ્રાંતિઓએ આ કૃત્ય કર્યાની શંકાએ ગોડાઉનમાં આગ ચાંપી દેતા રાત્રે જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પંચમહાલ જિલ્લા પોલીસે ટુકડીઓ બનાવી માસૂમ બાળકીના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવ્યો હતા. ત્યાંથી વડોદરા પેનલ પીએમ અર્થે મોકલતા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું અને ગળે ટૂંપો દઈ હત્યા કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપી મૃત બાળકીના કૌટુંબિક દાદા હોવાનું સામે આવ્યું હતું. આ નરાધમ બાળકીને હંમેશા રમાડતા અને ચોકલેટ બિસ્કિટ લઈ આપતા. ગઈકાલે બપોરે બાળકીને બિસ્કિટ લઈ આપી રમાડતા રમાડતા તેઓના ઘર પાછળ આવેલા અવાવરુ જગ્યાએ લઈ જઈ હેવાનીયત ભર્યું કૃત્ય કર્યું હતું.પકડાઈ જવાના ડરે નજીક ઝાડી ઝાંખરામાં આવેલા વેલથી બાળકીના ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

બાળકીનો જન્મદિવસ હતો એટલે ઘર પરિવારના સભ્યો, મોટા ભાઈ અને બેન ઘરે હોઈ બાળકીને ઘરે રાખી બહાર નીકળ્યાં હતા.બાળકી ગુમ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે કૌટુંબિક દાદાએ પોતે બિસ્કિટ આપી ખેતરે નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું. અંતે સાંજે બાળકીનો મૃતદેહ ઝાડી ઝંખરાઓમાંથી મળી આવ્યો હતો.

પોલીસને ઘટના સમયે આ આરોપી ઘરે ન મળતા ખેતરે હોવાની જાણ તેઓના પુત્રોએ કરી હતી. આ આરોપી ખેતરે પણ નહીં હોવાનું પોલીસને જાણવા મળતા, મોડી રાત્રે આ આરોપી ઘરે પરત ફરતા તે ખેતરમાં હોવાનું રટણ કરતા પોલીસની શંકાએ તેની કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમની કબૂલાત કરી હતી.

આ સમગ્ર બનાવની તપાસ સાથે ગ્રામજનોના રોષનો ભોગ બનેલા લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ હોલવવા હાલોલ, વડોદરા અને ઇન્ડસ્ટ્રીના ખાનગી ફાયર ફાઈટરો મળી 15 જેટલા બંબા કામે લગાડવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી હેવાનીયત ભર્યું કૃત્ય આચરનાર બાળકીના કૌટુંબિક દાદાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ પણ વાંચો:રાજકોટ ની દુખદ ઘટના ! રખડતા પશુ એ વેપારી ને મોત ને ઘાટ ઉતાર્યો…જુઓ સમગ્ર ઘટના

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version