વડોદરામાં બની ચોંકાવનારી ઘટના ! પ્રેમિકાએ જ પતાવી દીધો પ્રેમીને, 3 વર્ષથી ચાલતા…

સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેરમાં એક ઘટના એ લોકોને વિચારતા કરી દીધા છે કે આખરે પ્રેમ કરવો કે નહીં , કારણકે 3 વર્ષથી ચાલતા એક પ્રેમ પ્રકરણનો તેમજ તેના પછી કરેલી સગાઈનો કરુણ અંત આવ્યો છે.છોટાઉદેપુરના 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે પ્રેમસંબંધ બાદ સગાઈ થઈ. આ તરફ સગાઈ પછી સચિન રેખા સાથે વડોદરાના રેલવે ક્વાર્ટર્સમાં રહેવા આવ્યો.

આ બાબત વચ્ચે બંનેમાં ઘણી વાર માથાકૂટ અને શંકાઓ થતાં રહેતી હતી. સચિને રેખા પર અન્ય સાથે સંબંધ હોવાનો શંકા વ્યક્ત કરી હતી. 29 ડિસેમ્બરે રેખા અને સચિન વચ્ચે થયેલા ઝઘડાના કારણે રેખાએ સચિનને ઊંઘમાં પોતાના દુપટ્ટા વડે ગળું દબાવીને માર્યાનું હોવાનું પોલીસે ખુલાસો કર્યો. રેલવે ક્વાર્ટર્સમાં રહેલા પાડોશીઓએ જણાવ્યું કે

ઘટના બાદ રેખા રડતી હતી અને કહ્યું કે સચિન જાગતો નથી. તરત પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે સચિનને મૃત જાહેર કર્યો. સચિનના પિતાએ શંકા વ્યક્ત કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા ખોટું છુપાવી શકાયું નહીં. પોસ્ટમોર્ટમમાં ગળામાં ઘાટના નિશાન મળ્યા, જે હત્યાનો પુરાવો બન્યા.

આ પણ વાંચો:સુરતમાં 12માં ધોરણમાં ભણતી વિધ્યાર્થીનીએ કર્યો આપઘાત ! સ્યુસાઇડ પહેલા કહ્યું કે પાપ મારે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment