સુરતના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી આ તેજસ્વી વિદ્યાર્થિનીએ રાત્રિના સમયે જ્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા, ત્યારે આ આત્યંતિક પગલું ભર્યું હતું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દીકરીને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પિતાએ જણાવ્યું,બાળકે સમસ્યા હોય તો પોતાના માતા-પિતાને જણાવવી જોઈએ, જેથી સમસ્યાનું સમાધાન આવી શકે. કોઈ બાળકે આવું ન કરવું જોઈએ. બધુ નોર્મલ હતું અને અમને કઈપણ જાણ કરી નથી.
બાળકી ધોરણ 12 સાયન્સમાં ભણતી હતી અને અમે ગમે તેમ કરીને ભણાવી રહ્યાં હતાં. સરકારના નિર્દેશ અનુસાર, હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે.
આ પણ વાંચો:વારંવાર પિયર જતી રહેતી હતી પત્ની ! પતિ કંટાડીને JCB લઈને સાસરિયાંમાં પોચી ગયો, પછી જે કર્યું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો