હાલના સમયમાં ખુબ લોકપ્રિય કંપની એપ્પલના શું સ્થાપક સ્ટીવ જોબ્સની અનેક વસ્તુઓ હાલ હરાજીમાં મુકાઈ છે, આ તમામ વસ્તુઓની બોલી એટલી મોટી કિંમતે જઈ રહી છે કે જેના વિશે જાણીને તમે પણ દંગ જ રહી જશો. એવામાં અમુક મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે સ્ટીવ જોબ્સના જુના સેન્ડલની હરાજીમાં 2,18,700$ (1.7 કરોડ) રૂપિયાની કિંમત આંકવામાં આવી છે. જુના પુરાણા આવા સેન્ડલની આટલી મોટી કિંમતે બોલી લાગતા સૌ કોઈ હોશ જ ખોય બેઠું હતું.
જણાવી દઈએ કે સ્ટીવ જોબ્સ brikenstocks ના આ ચપ્પલ પહેરતા હતા, જેની હાલ હરાજી થઇ તો એક સાથે ઘણા બધા લોકોએ આ ચપ્પલ ખરદીવાની મંશા દર્શાવી હતી, આથી આ હરાજીમાં આ સેન્ડલની કિંમત 1.7 કરોડ રૂપિય સુધી પોહચી હતી. હાલ તો એવું સામે આવ્યું છે કે આ ચપ્પલ ખરીદવા પાછળનું એવું કારણ માનવું છે કે આ સેન્ડલ પેહરીને જ સ્ટીવ જોબ્સે ગેરેજમાં એપલ કંપનીની શરૂઆત કરી હતી, વર્તમાન સમયમાં તે જ એપ્પલ કંપની હાલ અલગ જ ટોચે પોહચી ચુકી છે.
તમને જાણીને નવાય લાગશે કે આ સેન્ડલ માટે 80$ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ધાર્યા કરતા ખુબ વધારે કિંમત મળી જતા હરાજીના ઘણા રેકોર્ડ આ સેન્ડલની કિંમતે તોડ્યા હતા. જણાવી દઈએ કે દુનિયામાં પેહલી વખત આવો કિસ્સો બન્યો હશે કે આટલા જુના સેન્ડલના લોકો આટલા અઢળક રૂપિયા દેવા માટે તૈયારી દર્શાવી હોય, અમુક હેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે સ્ટીવ જોબ્સ પોતાના આ સેન્ડલને પોતાના હાઉસ મેનેજરને આપી દીધા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો