ટેમ્પો પલટી જતાં રસ્તા પર સર્જાયો મોટો અકસ્માત ! બાઇક ચાલક સાથે થયું એવું કે કોઈને વિચાર્યું પણ નહતુંઉ..

વડોદરામાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આજે 1 ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એક છોટા હાથી ટેમ્પો અચાનક પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય માર્ગ પર જતું રહ્યું હતું. જેમાં ટેમ્પોચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે.

જ્યારે તેની સાથેના એક વ્યકિતને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો. મળતી વિગત અનુસાર મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા.આ અકસ્માત છાણી પોલીસ સ્ટેશનની હદમાં, દુમાડથી જીએસએફસી બ્રિજ તરફ જતા મેન હાઈવે પર બન્યો હતો. આ બંને યુવકો ડિલિવરી બોય છે અને તેઓ સમાન લઈને જતા હતા તે દરમ્યાન ટેમ્પો છોટા હાથી પલટી માર્યો હતો.આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પો ચલાવી રહેલા

કલ્પેશભાઈ જયંતીભાઈ માળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેને કારણે તેમના પરિવારમાં શોક અને ગમગીની છવાઈ ગઈ છે. મૃતકને પરિવારમાં માત્ર માતા છે અને તેને નાનો ભાઈ છે, મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા.અકસ્માતમાં મૃતક કલ્પેશની બાજુમાં બેસેલા અન્ય એક યુવક કિરણ મકવાણાને પણ ઈજાઓ પહોંચી હતી.

તાત્કાલિક કાર્યવાહી કરીને ઈજાગ્રસ્ત કિરણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પીએમમાં ખસેડીને છાણી પોલીસ સ્ટેશન દ્વારા આ અકસ્માતની ઘટના અંગે ગુનો નોંધવાની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:ક્લાસ રૂમમાં બૉલપેન ઉછાળતા બાળકને વાગી આંખમાં ! પછી જે થયું તે ખરેખર દુખદ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version