અમરેલી ના રોડ પણ સિંહણ બચ્ચા સાથે વિહાર કરતી જોવા મળી ! જુઓ સુંદર વિડીઓ

તમે સિંહના અને સિહણના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હસે પરંતુ આજે અમે આપને એક એવા વિડિયા વિશે જણાવીશું જે જોઈને તમારું હૈયું ખુશ થઈ જશે, અત્યાર સુધી તમે સિહ કે સિહણને શિકાર કરતાં જોઈ હશે પરંતુ આ જોઈને કહેશો કે, આ જગતમાં માત્ર માણસમાં જ નહી પરતું જીવોમાં પણ માનો પ્રેમ તો અતુલ્ય જ હોય છે.

કહેવાય છે કે,. ‘મા’ થી કોઈ મોટું નહી, જળધર કે જગદીશ; સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલીયા.પ્રભુ હરીને પૂજતા, માતા કદાચ નો મળે;માં’ ની સેવાથી મળે, ઇશ્વર પોતે આલીયા. આ વાત એટલે યાદ કરવી પડે કારણ કે સોશિયલ મીડિયામાં એક સિહણનો તેના બચ્ચા સાથેનો વીડીયો વાયરલ થયો છે.

પ્રાણીઓમાં પણ માંનો પ્રેમ તો અતૂટ અને અદ્ભુત હોય એ વાતની આ વાતની સાબિતી આપતો બનાવ હાલમાં જ અમરેલીમાં જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં સિંહણનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં રાત્રીના સમયે સિંહણ રાત્રો બાળસિંહો સાથે રમી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.આપણે જાણીએ છે કે અમરેલી પંથક એ સિંહનું બીજું ઘર છે અને અવારનવાર સિંહોની લટાર ગામમાં જોવા મળે છે.

હાલમાં આ જે બનાવ બન્યો છે, તેમાં જોઈ શકાય છે કે,સિંહણ અને બાળસિંહોની આ હ્દયસ્પર્શી ઘટના માત્ર 15 સેકંડની છે અને જેમાં સિંહણ બાળ સિંહને મોંઢાથી પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે છટકી જાય છે. જે બાદ સિંહણ બાળસિંહની પાછળ પાછળ જાય છે. આ વિડીયો કોઇ રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. આ બનાવ રાત્રીનો છે અને વિડીયાં બે બાળ સિંહ અને એક સિંહણ જોવા મળી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને લોકો આ વિડીયોની સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો:ધોરણ 12 મા ભણતી સગીરાને પ્રેમ લગ્ન કરવા ઘરેથી ભાગવું ભારે પડ્યુ ! પ્રેમી એ અસલી ચહેરો દેખાડ્યો અને ઘરે થી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version