યુટ્યુબના પ્રખ્યાત વ્લોગ બનાવતી વ્યક્તિ ધ્રુવ રાઠી હેડલાઇન્સમાં છે. ધ્રુવ રાઠીએ ‘ફેક બ્યુટી’ વિડિઓના થંબનેલમાં અભિનેત્રી જાહ્નવી કપૂરના ‘પહેલાં અને પછી’ ફોટોનો ઉપયોગ કર્યો હતો. ધ્રુવ રાઠી પર એવો આરોપ મુકવામાં આવ્યોછેકે ધ્રુવે જાણી જોઈને જાહ્નવીને નિશાન બનાવી હતી
કારણ કે અભિનેત્રીએ તાજેતરમાં “બાંગ્લાદેશી હિન્દુઓ” ના સમર્થનમાં પોસ્ટ કરી હતી. જેના પછી રાઠીએ ફરી એક વીડિયો મુક્યોછે જેમાં ટ્રોલ્સનો જવાબ આપ્યો અને પોતાની સ્પષ્ટતા આપી છે. રાઠીએ કહ્યું છે કે”સૌ પ્રથમ, મેં જાહ્નવી કપૂરે પોસ્ટ કરેલા દિવસે જ અડધા કલાકનો વીડિયો અપલોડ કર્યો હતો.
શું આટલી ઝડપથી સ્ક્રિપ્ટ લખવી, શૂટ કરવો, એડિટ કરવો અને પછી અપલોડ કરવો કેવી રીતે શક્ય બને, હું તમારા જેવો નથી જે આડકતરી રીતે ટીકા કરે છે. હું જે કહેવાનું હોય તે ખુલ્લેઆમ કહું છું. હું તમારા પિતાથી ડરતો નથી
કે હું કોઈ બોલિવૂડ સેલિબ્રિટીથી ડરતો નથી.” “મેં આ આખા વીડિયોમાં જાહ્નવી કપૂરને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી.” રાઠીએ કહ્યું થંબનેલમાં જાહ્નવીનો ફોટો એટલા માટે ઉપયોગમાં લેવાયો કારણ કે તે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેમણે ખુલ્લેઆમ કોસ્મેટિક પ્રક્રિયાઓ કરાવી હોવાનું સ્વીકાર્યું છે.
આ પણ વાંચો:90 લાખ રૂપિયાની નોકરી છોડીને ઘરે શરૂ કરી ખેતી ! આજે કામે છે કરોડોમાં, જાણો આખી સ્ટોરી..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
