90 લાખની નોકરી છોડીને કોઇ ખેતી કરવા લાગે તો લોકો તેને મુર્ખ ગણે છે પણ મોહિતે જે કર્યું તેને જોઇને લોકો વાહ વાહ કરે છે. ચંદીગઢના મોહિતે માઇક્રોગ્રીન્સ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પોતાનો ₹90 લાખનો પગાર છોડી દીધો.તેનું કહેવું છે કે આ શાકભાજી ઉગાડવા માટે ખેતર કે જમીનની જરૂર નથી; તેના બદલે, તે રૂમની અંદર પાણીથી ભરેલી ટ્રેમાં ઉગાડવામાં આવે છે.
આ શાકભાજી સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. મોહિત મુંબઈમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો, તેણે જોયું કે મોંઘી દવાઓ અને સારવાર પછી પણ, કેન્સરથી પીડાતા મોટાભાગના લોકો સ્વસ્થ થતા નથી. તેની સામે એક બાળકનું મૃત્યુ થયું. અને તેને ખબર પડી કે બધુ જ ફક્ત સારા ખોરાકને લાગતું છે.
જેથી પોતાના ધાબા પર બ્રોકોલી, કોબીજ, સરસવ, મેથી, મૂળા અને અન્ય 21 જાતોના બીજનો ઉપયોગ કરીને માઇક્રોગ્રીન ઉગાડવાનું શરૂ કર્યું. પરિવાર શરુઆતમાં વિરોધ કર્યો, પણ અત્યારે સપોર્ટમા છે.મોહિતે એમ્બ્રોયોનિક ગ્રીન્સ પ્રા. લિ. નામની કંપની શરુ કરી જે માસિક ₹12 લાખ અથવા વાર્ષિક આશરે ₹1.44 કરોડનું ટર્નઓવર કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
