બહાર જતાં લોકો ખાસ જોઈલો ! ધોળા દિવસે કેનેડામાં યુવકને ગોળી મારી કરવામાં આવી હત્યા…

કેનેડાના ટોરન્ટો શહેરમાં એક વધુ ભારતીય યુવાન હિંસાનો શિકાર બન્યો છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટો સ્કારબોરો કેમ્પસની નજીક થયેલા ગોળીબારમાં 20 વર્ષનો ભારતીય પીએચડી વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું કરુણ નિધન થયું છે. આ ઘટનાએ કેનેડામાં વસતા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓમાં મોટો આંચકો આપ્યો છે.પોલીસ રિપોર્ટ પ્રમાણે, મંગળવારે હાઈલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં શિવાંક પર હુમલો થયો હતો.

હુમલાખોરોએ તેને ગોળી મારી અને પોલીસ આવે તે પહેલાં ભાગી ગયા. ગંભીર રીતે ઘાયલ શિવાંકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો. આ વર્ષે ટોરન્ટોમાં નોંધાયેલી આ 41મી હત્યા છે. સુરક્ષાને લીધે ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ ઘટના પછી વિદ્યાર્થીઓ વહીવટ સામે નારાજ છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, જ્યાં ગોળીબાર થયો તે વિસ્તાર કેમ્પસનો જ ભાગ છે અને વિદ્યાર્થીઓ વારંવાર ત્યાંથી પસાર થાય છે.

વિદ્યાર્થીઓએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. દિવસના સમયે આવી ઘટના થવી ખૂબ ચિંતાજનક છે. ઘણા વિદ્યાર્થીઓ હવે સાંજની ક્લાસ અને પરીક્ષામાં જવાથી ડરી રહ્યા છે. શિવાંક અવસ્થી માત્ર હોશિયાર વિદ્યાર્થી જ નહીં, પરંતુ યુનિવર્સિટીની ચીયરલીડિંગ ટીમના સક્રિય સભ્ય પણ હતા.

તેમની ટીમે ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, શિવાંક હંમેશા પ્રેક્ટિસમાં બધાને ઉત્સાહિત કરતો અને હસાવતો હતો. તે હંમેશા યુનિવર્સિટી પરિવારનો ભાગ રહેશે. કેનેડામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીયો વિરુદ્ધ હિંસાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા 30 વર્ષની ભારતીય મૂળની હિમાંશી ખુરાનાની પણ હત્યા થઈ હતી.

આ પણ વાંચો:રમ રંગનો અંબાર ! આ મહિલાના એક બે નહીં પરંતુ ચાર ચાર હતા પતિ ! લગન કરી પડાવતી હતી કરોડો રૂપિયા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version