આપણે જાણીએ છે કે ગાંડી ગીરના સાવજોની બહાદુરી કોઈના તોલે ન આવે પરંતુ જો હૈયામાં હિંમત હોયને તો સાવજને ભાગવું પડે છે. આપણે જાણીએ છે કે, એક સોળ વરસની ચારણ કન્યાએ સાવજને ઉભી પૂછડીએ ભગાડ્યો હતો. આવી ઘટના હાલમાં ઊનામાં બની છે. ગાયનો શિકાર કરવા આવેલા બે સિંહોને ગાયે ઉભી પુછડીયે ભાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મોત જો સામે દેખાય તો સિંહ પણ ઉભી પૂંછડીએ ભાગતો જાય છે. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીર જંગલમાં એક શ્વાને સિંહને પડકાર આપ્યો હતો. ત્યારે હવે ગાયે સાવજોને ટક્કર આપી હતી. ગીરના ઉના પાસે એક ગાયે એક નહિ, પંરતું બે સાવજોને ભગાડ્યા હતા. આ વીડિયો દિલધડક છે અને જોતા જ તમને વિશ્વાસ નહી આવે કે ગાય આવું પણ કરી શકે છે. ગાયનો પડકાર અને તેની બહાદુરી જોઈ સૌ કોઈ ચોકી ગયા છે.
આપણે જાણીએ છે કે, ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. સાવજો રખડતી ગાયોને પોતાના નિશાન બનાવે છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ માટીમાં બેસેલી ગાય ઉપર હુમલો કર્યો હતો. સિંહે શિકાર કરીને હુમલો કરી દેતા ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
આ ગાય ઘાયલ હોવા છતાં પણ હિંમત ન હારી અને સિંહ સામે બાથ ભીડી લીધી, બન્યું એવું કે ઈજાગ્રસ્ત ગાયે ઉભા થઈને બંને સાવજોને પડકાર ફેંક્ય હતો. જેથી બંને સિંહો ઉભી પુંછડીએ ત્યાંથી ભાગ્યા હતા. ત્યારે આ વીડિયો ત્યાં હાજર કોઈ સ્થાનિક પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. ખરેખર આ ઘટના હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ પણ વંચો:વાલીઓની ઊંઘ ઉડાડી દે તવો કિસ્સો ! પિતા એ 12 વર્ષની કીશોરી અને 24 વર્ષના યુવાન ને ઘર ના ધાબા પર…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો