હાલમાં જ સુરત શહેરના ડભોલીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા લગ્ન પ્રસંગમાં ગયા હતા અને પોતાની 12 વર્ષની દીકરીને ઘરે એકલા મૂકીને ગયા હતા. એકલતાનો આ લાભ લઈને એક યુવક ઘરમાં ઘૂસીને એવું કાર્ય કર્યું કે જાણીને ચોકી જશો. આ દરમિયાન છોકરીના માતા-પિતા ઘરે પહોંચ્યા હતા. ત્યારે દીકરીએ ઘરનો દરવાજો ખોલવામાં મોડુ કરતા યુવક ધાબા પરથી ઉતરતો દેખાયો હતો. જ્યારે યુવકની પૂછપરછ કરી તો ત્યાંથી નાસી છૂ઼ટ્યો હતો.આ યુવક છોકરીને કોલ કરીને ધાકધમકી આપતો હતો અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરેશાન પણ કરતો હતો. આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ડભોલીની એક સોસાયટીમાં રહેતા એક પરિવારમાં ત્રણ દીકરીઓ છે. જેમાંથી એક 12 વર્ષની છોકરી ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. ગઈ પહેલી તારીખે રાત્રે છોકરીના માતા-પિતા લગ્ન પ્રસંગની પીઠીની વિધિમાં ગયા હતા. મોડી રાત્રે દસ વાગે તેઓ ઘરે પહોંચ્યા હતા અને પછી દરવાજો ખખડાવ્યો હતો. આ સમયે છોકરીએ ઘરનો દરવાજો ખોલવામાં મોડુ કરતા તેમને શંકા ગઈ હતી. દીકરી પણ ભયભીત હોવાથી માતા-પિતાએ તેની પૂછપરછ કરી હતી. આ સમયે એક યુવક ધાબા પરથી નીચે ઉતરતો દેખાયો હતો.
જ્યારે માતા-પિતાએ પૂછપરછ કરી તો તેણે એવું જણાવ્યું કે, તેનો ડ્રોન કેમેરા તેમના ધાબા પર આવ્યો હોવાથી તે લેવા આવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ત્યાં આવ્યો કેવી રીતે. ત્યારે યુવક છટકીને ભાગ્યો હતો. આ દરમિયાન સંબંધીએ એ યુવકને પકડી પાડ્યો હતો.પ્રદીપસિંહ ગંભીરસિંહ સોલંકી નામનો 24 વર્ષીય યુવક બે મહિના પહેલાં તેને મારવાડીની દુકાને મળ્યો હતો.
યુવકે છોકરીને એક મોબાઈલ નંબર આપ્યો હતો. જ્યારે છોકરીએ તેને ફોન કરીને કહ્યું કે, મોબાઈલ નંબર કેમ આપ્યો તો તેણે ધાકધમકીઓ આપી હતી. એ પહેલાં તે છોકરીને બાઈક પર બેસાડીને ફરવા માટે પણ લઈ ગયો હતો. આ દરમિયાન પહેલી નવેમ્બરના રોજ માતા-પિતા લગ્ન પ્રસંગમાં ગયા હતા, એ સમયે યુવક એકલતાનો લાભ લઈને ઘરે પહોંચ્યો હતો. બાદમાં તેને કિસ કરી લીધી હતી. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર પણ તે તેને હેરાન પરેશાન કરતો હતો. આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે બાદ સિંગણપોર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:પ્રેમ લગ્નનો અનોખો કિસ્સો ! ઇન્સ્ટાગ્રામ પર પ્યાર થતાં છોકરી સાથે છોકરીએ કર્યા લગ્ન, પછી જે થયું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
