હાલ ના સમય મા રાજ્ય મા ખુબ જ ચોંકાવનારી ઘટના ઓ સામે આવી રહી છે તાજેતર જ બનાસકાંઠા ના એક ગામ મા અંધશ્રધ્ધા ની એક ઘટના સામે આવી હતી જેમા એક ભુવા એ દુખ દુર કરવા માટે 1 કરોડ ની ડીલ કરી હતી જ્યારે પોલીસતંત્ર પાસે આ મામલો પહોચ્યો ત્યારે આ મામલો થાળે પડ્યો હતો. જ્યારે હાલ સુરત માથી આવીજ કાઈક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમા મિત્ર એ જ મિત્ર ને મોત આપ્યુ છે.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગત 12 ડિસેમ્બર ના રોજ સુરત જીલ્લા ના કામરેજ તાલુકામાં વાવ ગામની સીમમાં આવેલા ખેતરાડી વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાન ની ઘાતક હથીયારો થી મોત ને ઘાટ ઉતારેલી હાલત મા લાશ મળી આવી હતી જ્યાર બાદ પોલીસ તપાસ મા એવું સામે આવ્યુ હતુ કે મરણજનાર 33 વર્ષીય યુવાન રાહુલ સંતોષ તિવારી હાલ રહે કાપોદ્રા સુરત અને મૂળ મધ્ય પ્રદેશનો છે.
પોલીસ તપાસ મા અલગ અલગ cctv ફુટેજ ના આધારે જાણવા મળેલ કે તેની સાથે નજીકમાંજ રહેતો અને રાહુલનો અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગ ગંગાસિંગની છેલ્લી વખત સાથે હોવાની હાજરી માલુમ પડી હતી. જ્યારે તેની અટકાયત કરી પુછપરછ કરતા ચોંકાવનાર ખુલાસા થયા હતા અને પોલીસ તપાસ મા માલુમ પડેલ કે રાહુલ તિવારી એ તેના મિત્ર ધર્મેન્દ્રસિંગને ઉછીના 20 હજાર રૂપિયા આપ્યા હતા.
જ્યારે ધર્મેન્દ્રસિંગ ના મગજ મા રાહુલ માટે અલગ જ શડયંત્ર ચાલી રહ્યુ હતુ જેમા તેણે રાહુલ ને એવુ જણાવ્યુ કે તે એક વિધી જાણે છે જેના થી તે આકાશ માથી રુપીઆ નો વરસાદ કરાવી શકે છે જેમા બે લાખ ની જરુર પડશે જ્યારે બીજી બાજુ રાહુલ ને પણ રુપીઆ ની જરૂરિયાત હોવથી તે આ વાત મા આવી ગયો જ્યારે ધર્મેન્દ્રસિંગ રાહુલ ને 2 લાખ રુપીઆ રોકડા લઈને વાવ ગામે એકાંતમાં આવેલા એક શેરડીના ખેતરમાં ગયા હતા.
જ્યાર બાદ ધર્મેન્દ્રસિંગ એ થેલીમાં મુકેલા ચાંદલા, કંકુ, કાજલ અને દોરો બહાર કાઢી મંત્રો બોલવાનો ઢોંગ કર્યો હતો. રાહુલને પલાંઠી વાળી આંખ બંધ કરી ધ્યાન કરવા જણાવ્યું હતું. ત્યારે ધર્મેન્દ્રસિંગ પોતાના ષડયંત્ર ના ભાગ રુપે રાહુલ નુ ગળુ ધારીયા વડે કાપી નાખ્યુ હતુ અને 2 લાખ ની રોકડ અને મોબાઇલ લઈ ને ભાગી ગયો હતો જ્યારે ગુના ના પાંચામા દીવસે પોલીસ તેને ઝડપી લીધો હત
આ પણ વાંચો:સુરતના બાબરીયા પરીવાર ડીજીટલ લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી કે લોકો ખુબ વખાણ કરી રહ્યા
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો