આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને નાના બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલના જ હોળીના તહેવારો પર વધુ એક બાળકનો વિડીયો વાયરલ થયો છે. આ બાળકને જોઈને તમે હસવું નહિ રોકી શકો. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે.
ગોઠ તો જોઈએ એટલે જોઈએ જ ! તમે વિચારશો કે આ બાળક આખરે શું માંગી રહ્યો છે? થોડીવાર તો તમે મુંઝવણમાં મુકાઈ જશો કે આ નાનો એવો.બાળક એવી તે શું વસ્તુ માંગી રહ્યો છે.
વિડીયો ઉતારનાર બાળક પણ બીજા છોકરા પાસે ગોઠ જ માંગે છે . સામે વાળો છોકરો કહે છે કે મારી પાસે પૈસા નથી તો ક્યાંથી લાવું પરંતુ તે બાળકને તો માત્ર ગોઠ જ જોઈએ છે. તમે વિચારમાં પડી જશે કે આખરે આ ગોઠ છે શું? ખરેખર આપણી તળપદી ભાષા જ એવી છે કે, કોઈક તો શબ્દો આપણે સમજી ન શકીએ.
ગોઠ એટલે હોળીના તહેવારોમાં રંગ છાંટનારને અપાતી ભેટ. આ બાળક પણ રંગથી રંગાયેલો છે, એટલે જ તે પહેલાં છોકરાં પાસેથી પૈસા માંગી રહ્યો છે. આ નાની ઉંમરે પણ બાળક જે રીતે ધમકીઓ આપી રહ્યો છે, એ ખૂબ જ રમુજી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો