નાના બાળકોનું વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકો રમત-રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ખાસ કરીને બાળકો કોઈપણ વસ્તુઓને ભૂલમાં ગળી જતા હોય છે, જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
પિન ગળી ગયેલ બાળકે શરૂઆતમાં કોઈ વાત નાં કરી પરંતુ સમય જતાં ખાંસી આવતા અને ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં સમસ્યા થઈ.
આ કારણે માતા પિતાએ વડોદરા અને આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી બાળકની સારવાર માટે માતા – પિતા દોડ્યા. 11 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ આખરે તમામ રિપોર્ટ અને તપાસ બાદ 21 ડિસેમ્બરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સર્જરી હાથ ધરાઈ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, આ બાળકની સર્જરી એટલે જટિલ હતી કારણ કે પિનનો આગળનો ધારદાર ભાગ શરીરના અંદરના અંગોને નુકશાન કરે તેવી ભીતિ હતી. સાથે જ બાળકના જમણા ફેફસામાં પિન ભરાઈ જતા તેના ફેફસામાં કાણું પડી ગયું, જેની સર્જરી પણ કરવામાં આવી અને સોફ્ટ બોર્ડની પિન સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી.
તા.18 ડિસેમ્બરે રાત્રે એક્સ રે કરી તપાસ શરૂ કરાઈ. બાળકની અન્નનળીના કશું નથી ફસાયા હોવાની પુષ્ટિ થઈ. સોફ્ટ બોર્ડની પિન જમણા ફેફસામાં ફસાયાની સ્પષ્ટતા થઈ અને ત્યારબાદ 21 ડિસેમ્બરે બાળકની બ્રોન્કોસ્કોપિ કરવાનો તબીબોએ નિર્ણય લીધો. એક કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બાળકની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
