નવી નકોર કાર લઇને નિકળેલા પટેલ યુવાનને કાળ આંબી ગયો ! અડધી રાત્રે એવો અકસ્માત થયો કે કાર ના ફુરચા ઉડી ગયા..

રાજ્ય મા અકસ્માત ના બનાવો મા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરી ને હાઈ વે પર નાની એવી ભુલ અને મોટો ગંભીર અકસ્માત સર્જાઈ છે ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે અવાર નવાર અકસ્માત ના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી એક વખત ટ્રક અને કાર વચ્ચે દર્દનાક અકસ્માત થતા એક યુવાન અને એક યુવતી નુ મોત થયું છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો આ કાર મા સવાર યુવાન 22 વર્ષીય હર્ષ ભરતભાઈ ભાલાળાનુ કમકમાટીભર્યુ મોત થયુ હતુ જ્યારે સાથે કારમા રહેલ અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરિમયાન યુવતીનું પણ મોત નીપજ્યું હતુ.

આ ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે હર્ષ ભરતભાઈ ભાલાળા નવી ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહ્યા હતા. ત્યારે ભુણાવા ચોકડી પાસે ટ્રક નંબર GJ07X 7950 ટક્કર થઈ હતી જેમા નવી જ કાર ના ફુરચા ઉડી ગયા. જો હર્ષ ની વાત કરવા મા આવે તો રાજકોટ નજીકના કોઠારીયા ગામ નો રહેવાસી હતો અને રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.

આ સમગ્ર ઘટના ની જાણ પરીવારજનો ને થતા તેવો તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ એ દોડી આવ્યા હતા. હર્ષ પરીવાર નો એક નો એક દીકરો હતો અને અચાનક આવી રીતે કમકમાટીભર્યુ મોત થતા પરીવાર મા માતમ છવાયો હતો જ્યારે સાથે રહેલી યુવતી કોણ હતી ?? અને તેવો ક્યા જઈ રહ્યા હતો તેની માહીતી હજુ સુધી સામે આવી નથી.અકસ્માત અંગેની વધુ તપાસ તાલુકા પોલીસના જમાદાર એએસઆઈ બીએમ જાડેજાએ હાથ ધરી હતી.

આ પણ વાંચો:રાજકોટ : વિધાતાએ લખ્યા એવા લેખ કે શુભ કાર્ય થતા પેહલા જ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું ! દીકરાએ પોતાની નજરે માતાનું મૌત જોયું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version