રાજકોટ : વિધાતાએ લખ્યા એવા લેખ કે શુભ કાર્ય થતા પેહલા જ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું ! દીકરાએ પોતાની નજરે માતાનું મૌત જોયું…

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી જ રહી છે, હજી બે દિવસ પૂર્વે જ રાજકોટ શહેરમાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં હેરિયર કાર લઈને જતા યુવકનું અકસ્માત થતા મૌતને ભેટી ગયો હતો, એટલું જ નહીં આ ઘટનામાં બીજી એક યુવતી પણ ભોગ બની હતી. હાલ હવે રાજકોટ શહેરમાં ફરી એક વખત અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી છે જેમાં બાઈક પર સવાર થઈને જતા દંપતીનું માર્ગ અકસ્માત થતા દંપતીને ગંભીર ઇજા થઇ હતી, આ બાદ બંનેને હોસ્પિટલ ખસેડતા પતિ બચી ગયો હતો પરંતુ પત્નીએ સારવાર પેહલા જ દમ તોડી દીધો હતો.

દંપતીએ પોતાના માટે રાજકોટમાં નવું ઘર ખરીદ્યું હતું તેના પૈસા ચૂકવા માટે ધોરાજીનું આ દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં પત્નીનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું જયારે પતિની હાલત હાલ સ્થિર માનવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા ગણતરીના સમયમાં જ પોલીસ ઘટના સ્થળે તેમ જ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ન્યુઝ 18 ગુજરાતીના એહવાલ અનુસાર સામે આવ્યું છે કે શહેરના કોરાટ ચોક નજીક જ્યારે બાઈક પર સવાર થઇને જઈ રહેલ મંજુબેન અને તેમના પતિ ગીરીશભાઈને એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી, જે બાદ આ દંપતી રસ્તા પર પછડાયું હતું જેમાં મંજુબેન તથા તેમના પતિ ગીરીશભાઈને ગંભીર ઇજા થઇ હતી. તેઓની બાઈક આગળ બાઈક લઈને જતા પુત્ર પ્રશાંત આ ઘટના ઘટતા તેઓની પાસે દોડી આવ્યો હતો અને 108ની મદદ લઈને તરત જ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

જ્યાં સારવાર મળે તેની પેહલા જ મંજુબેને દમ તોડી દેતા દીકરા પ્રશાંત પર જાણે દુઃખનો આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ધોરાજીનો પરિવાર રાજકોટ સ્થાયી થવા માટે શહેરમાં એક ઘર લીધું હતું, એવામાં ઘરની રકમ ચૂકવા જતા આ ઘટના બનતા પરિવાર શોકમય બન્યો હતો. રાજકોટ શહેરમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જ જઈ રહી છે, એવામાં આ ઘટના સામે આવતા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ ઓન વાંચો:યુવક ને ચા અને સમોસા મોંઘા પડ્યા! બીલ હાથમા આવતા રકમ જોઈ પરસેવો વળી ગયો અને ઉપર થી Gst…જુઓ બિલ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment