વર્ષ 2022ના છેલ્લા દિવસે વધુ એક કરુણ ઘટના સામે આવી ! હોસ્પિટલની દેખ રેખ કરતા દંપતીનું જ મૃત્યુ, હોસ્પિટલમાં આગ…..

આજે વર્ષ 2022 વર્ષનો છેલ્લો દિવસ છે,હવે કાળથી વર્ષ 2023 બેઠશે. આ વર્ષેના અંતના આ બે દિવસોમાં અનેક કરુણ ઘટનાઓ બની રહી છે, હજી કાલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતાનું નિધન થયું અને રિષભ પંતનું કાર એક્સીડેન્ટ થયું તો આજના દિવસે સવારે જ નવસારી માંથી અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક સાથે 9 લોકો મૌતને ભેટી પડતા ઘટના આખા દેશમાં ગુંજી ઉઠી હતી. એવામાં હાલ ફરી એક ચોંકાવી દેતી ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરમાં આવેલ હોસ્પિટલનું દેખ રેખાનું કાર્ય કરનાર આ દંપતીનું આગમાં ભડથું થવાથી કરું મૃત્યુ નીપજ્યું છે, આ ઘટનાને પગલે શહેરમાં પણ ભારે હાહાકાર મચી ગયો હતો. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ જય મંગળ BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલ મોદી આઈ કેરની હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટના બની હતી.ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટિમ તથા અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગવાને લીધે હોસ્પિટલની દેખ રેખ રાખતા નરેશભાઈ પારઘી(ઉ.વ.25) અને તેમના પત્ની હર્શાબેન પારઘી(ઉ.વ.24) બળીને ભડથું થઇ મૌતને વ્હાલા થયા હતા. જાણવા મળ્યું છે કે આ મૃતક દંપતી રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને હાલ તેઓ મોદી આઈ કેર હોસ્પિટલની સાર સંભાળ રાખતા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ ટથતા FSL દોડતી થઇ હતી અને તપાસ હાથ ધરી હતી. દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે જયારે આગ લાગી ત્યારે બંનેએ આગને બુઝાવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની તૈયારી દર્શાવી હતી પણ હાથે કાય લાગ્યું હતું નહીં કારણ કે મોદી આઈ કેર હોસ્પિટલ ફક્ત દિવસે જ શરૂ હોય છે રાત્રે કોઈ પ્રકારે સારવાર આપવામાં આવતી નથી, આથી રાત્રે સીસીટીવી કેમેરા પણ બંધ રાખવામાં આવે ચગે. આ સમગ્ર વાત હોસ્પિટલના માલિક ડો.ધવલ મોદીએ જણાવી દીધી હતી. આ ઘટનાની જાણ ત્યારે થઇ કે જયારે હોસ્પિટલના સટાફના વ્યક્તિએ મૃતક નરેશભાઈને ફોન કર્યો પરંતુ ફોન ન ઉઠાવતા તે તરત જ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

હોસ્પિટલ પોંહચતા જ સટાફના આ વ્યક્તિને કોઈ દુર્ઘટના બની હોવાના સંકેત મળતા તેઓએ પેહલા માલની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો તો હોસ્પિટલમાં આગ લાગી હોવાનું દ્રશ્ય દેખાયું હતું, જે બાદ ફાયરબ્રિગેડની ટિમને ઘટના અંગેની જાણ કરતા ટિમ બચાવ કાર્યમાટે દોડી આવી હતી જ્યા તેઓએ હોસ્પિટલમાં ઘુસીને નિદર્શન કર્યું હતું જ્યા તેઓને પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ફાયરબ્રિગેડના કર્મચારીઓનું કેહવું છે કે હોસ્પિટલમાં આગ નહીં પણ ફક્ત ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચોહે ભગવાન….રશિયા ભણવા ગયેલ ભારતીયનું યુક્રેન વચ્ચેના જંગમાં નિધન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment