અમેરિકામાં ગુજરાતીઓ સાથે થયો મોટો અકસ્માત ! બે મહિલાઓના થયા મૌત અને…

યુકેના લેસ્ટરશાયરમાં A46 રોડ પર 13 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક ભયંકર કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લેસ્ટરની બે ગુજરાતી મહિલાઓ સહિત કુલ ત્રણ મહિલાઓના દુઃખદ મોત થયા છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતકોમાં 42 વર્ષીય નીરુ પટેલ અને ભામિની કરસનનો સમાવેશ થાય છે, જે બંને ગુજરાતી સમુદાયની હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી મહિલાનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવારજનો અને ઓળખીતાઓ માટે આ ઘટના ભારે આઘાતરૂપ બની છે.

મળતી માહિતી મુજબ, થ્રસિંગ્ટન અને સાયલબી વચ્ચે BMW 5 સિરીઝની કાર અચાનક રોડ પરથી ઉતરી જતાં આ દર્દનાક અકસ્માત થયો હતો. કારનું નિયંત્રણ ગુમાતા તે ગંભીર રીતે અકસ્માતગ્રસ્ત બની હતી, જેના કારણે મુસાફરોને બચાવી શકાયા નહોતા.

આ ઘટનાને પગલે પોલીસે 37 વર્ષીય એક મહિલાને ખતરનાક ડ્રાઇવિંગથી મોત થવાના આરોપમાં ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના સાચા કારણો શોધવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો:કેનેડામાં ગુજરાતીઓએ ભારતનું નામ શરમાવ્યું ! એમેઝોન વેરહાઉસમાં કરી કરોડોની ચોરી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment