બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આ બનાવ સુરત શહેરનો છે. માતા પિતાને આ વાતની જાણ થતા જ બાળકને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકનો એક્સરે કરાવતા તેના ગળામાં સિક્કો ફસાયો હોવાનું જણાય આવ્યું હતું.
સુરતના ઉન વિસ્તારમાંથી માતા પિતા માટે વધુ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઊન વિસ્તારમાં રહેતો 6 વર્ષીય અરહાન અમીન બગડિયા રવિવારે સાંજે ઘરેથી બિસ્કીટ લેવા માટે દુકાને જઈ રહ્યો હતો માતાએ તેને 5 રૂપિયાનો સિક્કો લઈને મોકલ્યો હતો. ત્યારે બાળક રસ્તામાં સિક્કો મોઢામાં મૂકી રમવા લાગ્યો હતો. રમતા રમતા તેનાથી તે સિક્કો ગળાઈ ગયો હતો.
બાળકને દુખાવો થવા લાગ્યો હતો. જેને લઈને બાળક તાત્કાલિક દોડીને પરત ઘરે પહોચ્યો હતો. બાદમાં દુઃખાવા અંગેની જાણ પરિવારજનોને કરી હતી. બાળક સિક્કો ગળી ગયો હોવાનું માલૂમ પડતા માતાપિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. જેને લઇ માતા-પિતા બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.
એક્સરે કરવામાં આવ્યો હતો જેથી જાણવા મળ્યું કે બાળકના ગળામાંથી પાંચનો સિક્કો આગળ વધ્યો ન હતો . ડોક્ટરોએ પણ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. બાળકના ગળામાંથી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો.
બાળકનું પરિવાર સામાન્ય અને મધ્યમ વર્ગનું હતું. બાળકના પિતા શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરવડી શકે તેમ ન હતો જેથી સિવિલ હોસ્પિટલના ડોકટરો ભગવાન રૂપ બન્યા અને બાળકનો જીવ પણ બચી ગયો. હાલમાં બાળક સારવાર પર છે.
આ પણ વાંચો:1975 મા બચ્ચન ની ફીલ્મ દીવાર રીલીઝ થઈ હતી ! જુઓ ફીલ્મ ની ટીકીટ માત્ર આટલા રુપીઆ હતા….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો