તારક મહેતા સિરિયલ સૌથી લોકપ્રિય છે અને છેલ્લાં 14-14 વર્ષથી ચાહકોનાં પસંદ કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે, આ સીરિયલમાં 14 વર્ષના સમયગાળામાં ઘણા સેલેબ્સે શો છોડ્યો છે. હવે આ સિરિયલના વધુ એક વ્યક્તિએ શો છોડી દીધો છે. ચાલો જણાવીએ કે આખરે આ વ્યક્તિ કોણ છે. આ એક વ્યક્તિના કારણે શોની ટીઆરપી પર અસર કરશે. ચાલો જણાવીએ કે આખરે આ કોણ છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે
માલવ રાજડા 2008થી આ સિરિયલ સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લાં 14 વર્ષથી ડિરેક્ટર્સની ટીમમાં સામેલ છે. માલવ રાજડાએ આમ અચાનક શો છોડી દેતાં ચાહકોને પણ નવાઈ લાગી છે. માલવ રાજડાએ 15 ડિસેમ્બરના રોજ છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો.માલવ રાજડા તથા પ્રોડક્શન હાઉસ નીલા ટેલીફિલ્મ્સ વચ્ચે કોઈ મુદ્દે અણબનાવ હતો અને આ જ કારણે માલવે શો છોડી દીધો. આ અંગે જ્યારે વેબ પોર્ટલ હિન્દુસ્તાન ટાઇમ્સે સવાલ કર્યો
તો માલવ રાજડાએ કહ્યું હતું કે જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ ડિફરન્સ હોવા સામાન્ય વાત છે, પરંતુ આ શોને સારો બનાવવા માટે છે. પ્રોડક્શન હાઉસ સાથે કોઈ જાતનો અણબનાવ થયો નથી.શો છોડવા અંગે જાણવા મળ્યું હતું કે, માલવ રાજડાએ 14 વર્ષ સુધી શોમાં કામ કર્યા બાદ તેમને લાગ્યું તેઓ એક કમ્ફર્ટ ઝોનમાં છે. ક્રિએટિવલી ગ્રો થવા માટે તમારે આગળ વધવાની જરૂર છે અને પડકારોની વચ્ચે કામ કરવું પડે
આ જ કારણે તેમણે આ શો છોડી દીધો છે.માલવ રાજડાએ કહ્યું હતું કે આ 14 વર્ષ તેમના જીવનના સૌથી સુંદર વર્ષો રહ્યાં. આ શોએ માત્ર ફૅમ, પૈસા જ નથી આપ્યા, પરંતુ લાઇફ પાર્ટનર પ્રિયા પણ આપી છે.પ્રિયા આહુજા આ શોમાં રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળતી હતી. માલવ તથા પ્રિયા બંને આ શોના સેટ પર મળ્યાં હતાં. પ્રિયાએ 2008થી 2010 સુધી સિરિયલ ‘તારક મહેતા..’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે શો છોડી દીધો હતો.
પ્રિયાએ 2011માં સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ ભજવી પ્રિયા આહુજા લોકપ્રિય થઈ હતી. તેણે આ જ સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે 2011માં લગ્ન કર્યાં હતાં. 2021માં પ્રિયા-માલવના લગ્નને 10 વર્ષ થતાં બંનેએ બીજીવાર લગ્ન કર્યાં હતાં. માલવ રાજડાના પિતા સુરેશ રાજડા પણ ડિરેક્ટર છે. તેમણે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી છે.
આ પણ વાંચો:‘હેલ્લો ભરત…’થી શરૂ થયેલી ત્રણ મહિનાની વાત વેપારી જીવનભર નહીં ભૂલે ! ટોટલ દોઢ કરોડ રુપીઆ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
